________________
15a૩ – ૨૯ : દ્રવ્યદયા. ભાવદયા... નિર્ધામણા તથા ઉદારતા - 106 – ૩૯૫ જ પોતાનો વૈદ્ય બની ગયો છે. પોતાની પ્રકૃતિને પોતે પરખી હોય છે. એટલે ભલે સર્વ વિરતિ નથી લેવાતી, ઇંદ્રિયોની આધીનતા નથી છૂટતી પણ એનો પસ્તાવો તો એ જરૂર કરે. જૈનશાસનમાં સંઘમાં ગણાવું અને અવિરતિની પ્રવૃત્તિ ખટકે નહિ એ નભે ? રોજ આ વાત વિચારો. એ વિચારવામાં તો તકલીફ નથી ને ? નાનામાં દોષો આવે તે મોટા ભાગે મોટાના કારણે :
પાંચ હજાર ખર્ચીને સ્વામીવાત્સલ્ય કરે અને પાંચ ભિખારીને ધક્કા મારીને કાઢે એ કેવું ? એ પાંચને મીઠાઈના ટુકડા આપો તો કેવા ગુણ ગાય ? અને તમને કલ્પતરુ જેવા માને, પણ એટલી ઉદારતા કેળવાતી નથી. નસીબજોગે કાર્યવાહકો પણ તમને એવા જ મળે છે. કરનારા ઉદાર હોય પણ કાર્યવાહકો જ એવા મળે કે જે અપજશ અપાવ્યા વિના ન રહે.
સભાઃ “ભિખારીમાં પણ એવા કજાત હોય છે કે આપો તોય વાંકું બોલે.”
એ વાંકું બોલનારા કજાતને વાંકું બોલવાનું કારણ જો સુજાત ન આપે તો મોટે ભાગે વાંકું નહિ બોલે. બધા કજાત હોય છે એવું નથી. હજારમાં પાંચપચીસ એવા પણ નીકળે તો તેની ઉપેક્ષા કરવી. ભાવદયા રોમ રોમ પરિણમી હોય તો દ્રવ્યાનુકંપા ખૂબ ખીલે. આં તો કદી ભિખારીને આપે તોય પાંચ-દશ કડવાં વેણ કે બે-પાંચ ગાળો સંભળાવીને આપે અને ત્યારે જ એને સંતોષ થાય. આ કેવું કહેવાય? કસોટી અહીં જ છે. જેમ દુઃખી ચીડિયા થાય તેમ દીનજનો પણ ચીડિયા અને લાલચુ થઈ જાય. એ સમજે છે કે ઘણું માગ્યા કરીશું ત્યારે સામો કંટાળશે અને ત્યારે માંડ-માંડ અહીંથી કાઢી મૂકવા ટુકડો આપશે. આવી હાલતમાં પોતાના આત્માને મૂકીને વિચારશો તો એની પરિસ્થિતિ અને તમારી ફરજ આપોઆપ સમજાશે. જ્યારે શ્રીમંતો ઊંચી કોટીના હતા ત્યારે ભિખારીઓ પણ એવા હતા. નાનામાં દોષો આવે છે તે મોટા ભાગે મોટાના કારણે આવે છે. શ્રીમંત કૃપણ બને ત્યારે ભિખારીઓ કોલાહલ મચાવે એ કાયદો છે. આપવાની શક્તિવાળા કૃપણ બને તો પછી ભિખારીઓને આપે કોણ ? સારામાં જેમ જેમ ઉત્તમતા આવે તેમ તેમ અધમમાં પણ ઉત્તમતા આવે. આપ ભલા તો જગ ભલાઃ
થોડા સમય પહેલાંનો જ બનાવ છે. એક ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો. ઘણા ગરીબ લોકો તેમાં સપડાયા અને મરવા લાગ્યા. એક ઉદાર દિલના શેઠે છૂટે હાથે દરેકને મદદ કરવા માંડી. તે વખતે બન્યું એવું કે એક