SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ 1584 ૩૯૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ નામચીન ચોરનું આખું કુટુંબ રોગચાળામાં ફસાયું. એ હતો ચો૨નો સરદાર એટલે એને મદદ કોણ કરે ? એને કોઈએ કહ્યું કે ‘પેલા શેઠ પાસે જાં, એ તને મદદ ક૨શે.’ એ ચોર પણ કુટુંબને બચાવવા શેઠ પાસે ગયો અને મદદ માટે આજીજી કરી. શેઠે પણ એને તરત બધી જોઈતી મદદ આપી અને કહ્યું કે કુટુંબની બરાબર દવા વગેરે કર, આ પૈસા પાછા લેવાના નથી. શેઠની મદદથી ચોરનું કુટુંબ બચી ગયું. વખત જતાં વાર લાગતી નથી. રોગચાળો ગયો અને વાત વિસારે પડી. સૌ પોતપોતાના કામે લાગી ગયા. ચોર પણ એના ધંધે લાગ્યો. એક વખત શેઠ દીકરાની વહુને લઈને ૨થમાં ૫૨ગામ જતા હતા ત્યાં માર્ગમાં જંગલમાં પહોંચ્યા ને ચોરની ધાડ પડી. રથમાંથી મોઢું બહાર કાઢી શેઠે પૂછ્યું કે, ‘કોણ છે ?’ ચોરના સરદારે શેઠના શબ્દ સાંભળ્યા ને તરત આગળ આવ્યો. પોતાના ઉપકારી શેઠને જોઈને સાથીદારોને કહ્યું કે, ‘અરે ! આ તો આપણા મહેમાન છે. એમને ન લૂંટાય.' શેઠની મહેમાનગતિ કરી આખે માર્ગે ચોકી કરી શેઠને સહીસલામત ઘર સુધી પહોંચાડ્યા. શેઠે સારાપણું રાખ્યું તો ચોરે પણ લાયકાત બતાવી. દુનિયામાં પણ કહેવત છે કે ‘આપ ભલા તો જગ ભલા.’ ભાવદયા સહવાસમાં આવનારને ધર્મ પમાડે સારામાં જો સારા વિચાર ન આવે તો અધમમાં તો ક્યાંથી આવે ? અધમ તો અધમ છે જ. અધમ છે માટે અધમ ભાષા પણ બોલે, પરંતુ સારો માણસ સારાપણામાં રહે તો પેલો જરૂર પસ્તાય. તદ્દન હીણકર્મીની વાત જુદી. ભાવદયા એવી છે કે એના સહવાસમાં જે આવે તેને ધર્મ પમાડે. હઠીલા અને કદાગ્રહી ન પામે તે વાત જુદી. એવા પણ જીવો પડ્યા છે કે એના ઉ૫૨ સજ્જન માણસ દયા કરે તો એ એને ડરપોક માને. કોઈ શ્રીમાન પાંચ આપે તો કહેશે કે ‘પાંચ જ આપ્યા’, દશ આપે તો કહેશે કે, ‘ઠીક હવે ! દશ આપ્યા એમાં શી નવાઈ કરી ?’ અને કદાપિ પેલો પંદર આપે તો કહેશે કે, ‘આપ્યા તો શું થઈ ગયું ? એમાં કયો મોટો ઈડરિયો ગઢ જીતી લીધો ?' આમ જેને કોઈ પણ વાતમાં કોઈના ગુણ જોવા જ નથી એ અકર્મીઓની વાત જવા દો, બાકી સામાન્ય રીતે બધા કાંઈ એવા નથી હોતા. એવા પણ છે કે જે થોડું આપે તોય સંતોષ પામે અને કદાચ ન આપે તોય કહેશે કે ‘ભલે ન આપે. અમારે તેમની પાસેથી કાંઈ જોઈતું નથી, પણ એમનાં દર્શન તો કરવાં જ છે,’ એક શ્રીમંત શેઠિયાના ઘરની સ્થિતિ પલટાઈ ત્યારે એના ઘરની સ્ત્રીઓએ ભિખારીઓને જણાવ્યું કે, ‘જુઓ ! હવે પહેલાંની જેમ નહિ આપી શકાય. પણ તમે આવજો
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy