________________
1729
૩૫ : આત્માના સ્વભાવ-વિભાવની સાચી ઓળખ – 115
ઇચ્છાથી જોનાર અધૂરા છેઃ
ઇચ્છાથી જોનાર અધૂરો છે. જેને કાંઈ બાકી હોય તેને ઇચ્છા થાય. ભૂખ્યાને ખાવાની, તરસ્યાને પીવાની, થાક્યાને વિસામાની ઇચ્છા થાય છે. ઇચ્છા એ દુઃખ છે. ઇચ્છાના અભાવમાં સુખ છે. ઇચ્છા કાપવી એ જૈનશાસનનું ધ્યેય છે. ઇચ્છા કાપવાનો ઉપદેશ એ જૈનશાસનનો ઉપદેશ છે અને એનાથી વિરુદ્ધ એટલે ઇચ્છા વધારવાનો ઉપદેશ એ નાસ્તિકોનો ઉપદેશ છે. ઇચ્છાથી સુખ કદી ન મળે. મુક્તિની ઇચ્છા પણ આખરે તો નહિ જ કરવાની. દુનિયાની ઇચ્છાઓ મોજૂદ છે, ત્યાં સુધી મુક્તિની ઇચ્છા જરૂર કરવાની. એ લોકો જ્યારે અજ્ઞાનીની પાછળ પડ્યા છે ત્યારે આપણે જ્ઞાનીની પાછળ પડ્યા છીએ. એ લોકો પણ જો કોઈની પાછળ ન હોત તો આપણે એમની પીઠ થાબડત. એમને પણ કોઈની પાછળ પડ્યા વિના તો ચાલતું નથી. એમની એક પણ પ્રવૃત્તિ આપણે નાયક વિના જોઈ નથી. નાયક વિનાનાઓની પ્રવૃત્તિ એક કુપ્રવૃત્તિ ગણાય. નાયક વિનાનાં ટોળાંને ચોટ્ટાઓ મનાય છે. ચોરો પણ નાયકવાળા ડાહ્યા ગણાય એવી નીતિ છે. અમારા નાયક અનંતજ્ઞાની છે. એ કૃત્રિમતાને કાપીને વાસ્તવિકતા માંડે છે, જ્યારે એમના નાયકો વાસ્તવિકતાને કાપીને કૃત્રિમતા માંડે છે. વાસ્તવિકૃતાની ઉપાસના એ આત્માનો ધર્મ છે અને કૃત્રિમતાની ઉપાસના એ પાપ છે. માટે તો દેવ, વીતરાગ, ગુરુ, નિગ્રંથ અને ધર્મ ત્યાગમય જોઈએ. વીતરાગતા, નિગ્રંથતા અને ત્યાગમયતા એ આત્માનો સ્વભાવ છે. સ૨ાગીપણું, ગ્રંથિસહિતતા અને મોજશોખમયતા એ બનાવટી સ્વભાવ છે.
કેવળજ્ઞાન ભણવાથી ન આવે
૫૪૧
ܗ
શ્રી જિનેશ્વરદેવે હતું તે કહ્યું, જ્યારે બીજાઓ નથી તે કહે છે. બીજાઓ જ્યારે વિભાવમાં પડી પ૨ને પોતાનું ગણાવે છે ત્યારે શ્રી જિનેશ્વરદેવ જુદું કહે છે. તેઓ ઘરબાર, શ૨ી૨ વગેરે તમામને ૫૨ જણાવે છે અને એમાં જ મચ્યા રહેવાથી હાનિ બતાવે છે. અન્ય લોકોમાં પણ જેની દૃિષ્ટ બહારથી ખસી અંતર્મુખ થઈ એને બધી દુનિયા દુ:ખમય જણાય છે. કેવળજ્ઞાન કાંઈ ભણવાથી ન આવે.
સભા ઃ ‘કેવળજ્ઞાની સર્વશક્તિમાન છે તો બધાને મોહમુક્ત કેમ ન બનાવે ? બધાના મોહને કેમ ન કાપે ?’
મોહમય સ્વભાવવાળાનો મોહ શ્રી જિનેશ્વરદેવ પણ કાપે શી રીતે ? કારીગર પણ યોગ્ય વસ્તુ પર કારીગરી કરે. સાબુ બધી વસ્તુને ઊજળી કરે