SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ 1730 ૫૪૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ પણ કોલસાને ધોળો ન કરે. મૂળમાંથી ઠેઠ સુધી કાળો છે એવા કોલસાને ધોળો કરે શી રીતે ? શ્રી જિનેશ્વરદેવ પણ અસંજ્ઞી તથા એકેંદ્રિયને પ્રતિબોધ ન કરે. કાન વગર સંભળાવે કોને ? એ જ રીતે છતે કાને પણ કાનમાં આંગળીઓ નાખે તેને શ્રી જિનેશ્વ૨દેવ પણ શું કરે ? અયોગ્ય આત્મા ૫૨ મહેનત કરવાની શાસ્ત્ર ના પાડી છે. અભિવને અભિવ તરીકે ઓળખ્યા. પછી ઉપદેશ દેવાની જ્ઞાનીએ ના પાડી. જ્ઞાની પણ ત્યાં ઉપેક્ષા જ કરે. આપણામાં તે જ્ઞાન નથી માટે ઉપદેશ દઈએ એ વાત જુદી છે. શિક્ષણ પણ ઠોઠ નિશાળિયાની ઉપેક્ષા જ કરે છે. એ મોડો આવે, બધાને કનડે તોય એની સામે ધ્યાન ન આપે, કારણ કે શિક્ષણ જાણે છે કે આને કાંઈ કહેવા જઈશ તો બહાર જઈને પથરો મારે એવો છે. શિક્ષકે એનાથી ચેતતા રહેવું પડે છે. અંગૂઠા પકડાવવા, દંડ કરવો કે ડિસમિસ કરવો એ પણ એવા નાલાયક માટે ન થાય, કારણ કે એને છંğડવાથી લાભ નહિ : કઠોર શબ્દથી ચાનક પણ જેને તેને ન ચડે. ગધેડાને કહેવાથી ચાનક નથી ચડંતી અને બાયલાને બાયલો કહો તો કાંઈ ન વળે. એ તો ઊલટો તાબોટા પાડી હસવા લાગે, પણ બહાદુરને બાયલો કહો તો એને તરત ચાનક ચડે. એ સાંભળી ન શકે અને તરત ધાર્યું કામ કરે. એક-એક કરડા શબ્દથી અનેક આત્માઓએ કલ્યાણ સાધ્યું છે. છ વરસની ઉંમ૨માં પોતાના બાપના દુશ્મનો છે એમ જાણીને બપ્પભટ્ટીને આવેશ આવ્યો. ‘મારી હયાતી છતાં મારા બાપના દુશ્મનો જીવી કેમ શકે ?’ એવું વિચારી કેડે કટાર ખોસી દુશ્મનોનો નાશ કરવા ચાલી નીકળે છે ત્યારે બાપ એને રોકે છે અને કહે છે કે, ‘નાલાયક ! જે દુશ્મનને હું નથી હઠાવી શકતો ત્યાં તારું શું ગજું ? બેસી જા એક ત૨ફ’ એ સાંભળી પેલો બાળક તે વખતે તો કાંઈ બોલતો નથી. પણ મનમાં નિર્ણય કરે છે કે, ‘પિતાએ મને નાલાયક કહ્યો, તો હવે લાયક બન્યું નહિ ત્યાં સુધી ઘરમાં આવવું નહિ.’ આવો નિર્ણય કરી રાતોરાત ઘરમાંથી ગુપચુપ ચાલી નીકળે છે. તે વખતે ક્યાં જઈશ ? શું ખાઈશ ? એવો વિચાર એ છ વર્ષના બાળકને આવતો નથી. જેને દુઃખ પડે તે અધર્મી, એવું નથી : એ જ રીતે દીક્ષા લેનાર આત્મા ‘રોટલા કોણ આપશે ?' એવો વિચાર કરવા ન બેસે. જો પોતામાં સાધુતા હશે તો રોટલા તો આકાશમાંથી ઊત૨શે. ધર્મી આત્મા કદી ‘પોતે હેરાન થઈ ગયો' એવું માનતો નથી. કેમ કે હેરાનગતિ એ પૂર્વના કર્મોદયે માને છે. શ્રી તીર્થંકરદેવને ઉપસર્ગો આવ્યા તો એ ધર્મી ન હતા ? ગોવાળિયા પ્રભુને મારી જાય એ શું ? જેને દુઃખ પડે તે અધર્મી એમ ?
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy