________________
૩૦૪.
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ એની તીવ્ર ઇચ્છા હોય, અન્યાયથી એ પાછો હઠ, પાપથી એ ડરે અને ઇંદ્રિયો ઉપર એ કાબૂ રાખવાના પ્રયત્ન કરે. આમાંનું કશું હોય નહિ ને સંતોષની વાતો કરે તો તે મળે ક્યાંથી ?
સભાઃ “આજના બુદ્ધિવાદને અને આજ્ઞાપાલનને મેળ કેમ મળે ? - સાચો બુદ્ધિમાન તો આજ્ઞાપાલક જ હોય. બુદ્ધિમાનને સર્વજ્ઞદેવની આજ્ઞા કેમ ન જચે ? અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહની સર્વજ્ઞદેવની વાત કયા સુબુદ્ધિમાનને ન ગમે ? શ્રી જિનેશ્વર દેવની સેવાનો, એમની આજ્ઞાના પાલનનો, ત્યાગી ગુરુઓનો અને ત્યાગધર્મનો સુબુદ્ધિમાન વિરોધ કરે ? સુબુદ્ધિવાદ સાથે તો આજ્ઞાપાલન ઓતપ્રોત હોય, જ્યાં સુબુદ્ધિ છે ત્યાં આજ્ઞાપાલનમાં હરકત જ નથી. બુદ્ધિહીનને જ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા ન જચે. જ્યાં મૂર્ખતા છે ત્યાં આજ્ઞા કાંટાની જેમ ખૂંચે છે. બાપની સારી આજ્ઞા કપૂતને ન ગમે પણ સપૂતને ગમ્યા વિના રહે જ નહિ. : . ભાવ નથી આવતો કારણ કે હૈયામાં વાસના જુદી છેઃ
સુબુદ્ધિશાળી પોતાના સારા વડીલ, આગેવાન કે સત્તાધીશની આજ્ઞા માને છે. એટલી સુબુદ્ધિ સાચવી છે તો જ એનું પેટ ભરાય છે. જો એટલી સુબુદ્ધિ પણ એણે વેચી ખાધી હોત તો એનું પેટ ન ભરાત; તેમ અહીં પણ યોગ્ય આજ્ઞાના અમલ વિના સંસારસાગરથી પાર કેમ ઉતરાય? મુદ્દો એ છે કે છેલ્લી કક્ષાની પણ શુભ ક્રિયાનો અમલ ન થાય તો તેનો એક જ અર્થ થાય કે ધર્મ રૂચતો નથી. પછી “માનવજીવન બહુ કીમતી છે.” એવી વાતો કરવાનો અર્થ શો ? આજની ધર્મક્રિયાઓમાં શુષ્કતા કેમ ? ક્રિયા મજેની છે, એના હેતુ મજેના છે પણ હૈયું જુદું બન્યું છે. એક-એક વસ્તુ મજેની છતાં હૈયું વિપરીત બન્યું છે એ જ શુષ્કતાનું કારણ છે. કહે છે કે “મંદિરમાં ચિત્ત ચોંટતું નથી, પૂજામાં મજા આવતી નથી, એકની એક મૂર્તિ વારંવાર જોવામાં આનંદ શો આવે ?” દુનિયાના પદાર્થ માત્રમાંથી જ્ઞાનીઓએ આત્માને ઠારનારી જે આકૃતિ શોધી તે આજના બુદ્ધિવાદીઓને ગમતી નથી. એનું કારણ કે એમના હૈયામાં વાસના જુદી છે. આ શાસનની નાનામાં નાની ક્રિયામાં જે સૂત્રો યોજાયાં છે તે તથા તેના ભાવ દુનિયામાં શોધ્યા મળે તેમ નથી. સામાયિક લેવા તથા પાળવાનાં સૂત્રોમાં જે ભાવ ભર્યા છે તે ભાવનું ગદ્ય કે પદ્ય બીજે ક્યાંય છે ? હોય તો લાવો ! છતાં આનંદ શાથી નથી આવતો તે આત્માને પૂછો. જૈન આગમના આવા ઉમદા સાહિત્યમાંની એકેએક વસ્તુમાં રહેલો સુંદર ભાવ દુન્યવી કોઈ ચીજમાં નથી મળવાનો; છતાં ચિત્તવૃત્તિ અહીં નથી ટકતી અને ત્યાં સ્થિર થાય છે; એનું