SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ 1491 ૨૦ : બુદ્ધિવાદ અને આજ્ઞાપાલન - 100 ૩૦૩ એક અગત્યનો પ્રશ્ન ઃ સંતોષરૂપી નંદનવનનો આનંદ લેવો પણ એ અંગે કોઈ કાર્યવાહી કરવી નહિ એ કેમ ચાલે ? એ કાર્યવાહી ન થાય ત્યાં સુધી સફળતા પ્રાપ્ત ન થાય. શ્રી જિનેશ્વરદેવને સર્વજ્ઞ તથા વીતરાગ માન્યા, એમણે હતું તે જ કહ્યું એ વાતની ખાત૨ી થઈ, એમણે કહ્યા મુજબનાં દૃષ્ટાંતો નજર સામે તરવરતાં દેખાય છતાં હૈયામાં તેની કાંઈ અસર જ ન થાય, એવા ને એવા રહેવાય, જ્ઞાનીનો માર્ગ ન વિચારાય, જ્ઞાનીની આજ્ઞાની અવગણના કરાય છતાં શ્રી તીર્થંકરવત્ પૂજ્ય મનાવવાના જાપ કેમ જપાય છે ? ખરેખર શ્રીસંઘ પચીસમો તીર્થંકર છે, એની આજ્ઞા અતિ મહત્ત્વની છે, એ આજ્ઞા ન માને તે ભયંકર ગુનેગાર છે, એ બધી વાતો કબૂલ પણ એ સંઘત્વયુક્ત સંઘ માટે કે સંઘત્વ વિનાના સંઘ માટે ? એ અગત્યનો પ્રશ્ન છે. સાચો બુદ્ધિવાદ અને આજ્ઞાપાલન, એકબીજાના પૂરક : .જ સંયમની રુચિ વિના શ્રી જિનેશ્વરદેવે કહેલી વાતો હૈયામાં નહિ ઊતરે; પરંતુ હજી તો મૂળમાં જ વાંધા છે. દેવ-ગુરુને ધર્મ એ ત્રણ મૂળ છે. એના પ્રત્યે સંપૂર્ણ વિશ્વાસ વિના એક પણ અનુષ્ઠાન સફળ ન થાય. સામાયિક, પૂજા, પૌષધ, પ્રતિક્રમણાદિ ક્રિયાઓ ત્યારે જ ફળે કે જ્યારે આ ત્રણમાં વિશ્વાસ આવે. કરેલી ક્રિયા તદ્દન નિષ્ફળ ન જાય એટલે એનાથી કાંઈક લાભ તો થાય પણ એવા રાંક લાંભની કિંમત નથી. દેવ-ગુરુ અને ધર્મ એ જ તા૨ક અને એની આજ્ઞાના પાલનમાં જ કલ્યાણ, એ વાત હૈયામાં સ્થિર થવી જોઈએ. એ સ્થિર ન થાય ત્યાં સુધી સંતોષનો આનંદ ન જ આવે. હૈયામાં ચોવીસે કલાક આર્તધ્યાનની સગડી સળગતી હોય, અર્થકામની જ ચિંતા ચાલતી હોય ત્યાં સંતોષનું સ્થાન જ ક્યાંથી હોય ? ચોવીસે કલાક એકસ૨ખું ધર્મચિંતન માનો કે સાધુ કરે પણ શ્રાવક માટે નિયમિત પ્રવૃત્તિ જે નિયત કરાયેલી છે તે તો તેને હોય ને ? સમ્યગ્દષ્ટિની કરણી તો હોય ને ? અરે છેવટ માર્ગાનુસારિતાપણું તો હોય ને ? વિભવ ન્યાયથી મેળવે, પાપભીરુતા કેળવે અને જિતેંદ્રિય તો બને ને ? માર્ગાનુસારિતાના પાંત્રીસ ગુણમાં આ ત્રણ ગુણની જ વાત આપણે કરીએ છીએ. સર્વ વિરતિ અશક્ય એ વાત માની, અરે દેશિવરિત અશકય એ પણ માન્યું, સમ્યગ્દૃષ્ટિની કરણી અશક્ય નથી તેમ છતાં એ પણ શક્ય નથી એમ માની લીધું, પણ માર્ગાનુસારીપણાના આ ત્રણ ગુણની પ્રવૃત્તિ તો હોય ને ? માર્ગાનુસારીને આ ત્રણમાં કંઈ મહેનત છે ? નથી જ. જ્યાં પાપનું સ્વરૂપ બતાવાય, ધર્મનું સ્વરૂપ સમજાવાય ત્યાં તો એ દોડતો જાય, એ સમજવા માટે
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy