________________
vo.
-
152
• સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ કેવળજ્ઞાન થયું ત્યાં જ તીર્થ સ્થાપું. જ્ઞાની કદી હઠ ન કરે. એ તો જ્યાં લાભ જુએ ત્યાં જ પ્રવૃત્તિ કરે. ભગવાનને અર્થકામના રસ્તા બતાવતાં આવડતું હતું પણ એ ન બતાવ્યા. કારણ ? બધાને સુખી બનાવવાની તો એમની પણ ઇચ્છા હતી ને ? તમે જૈન હોવા છતાં આટલું પણ ન સમજો ? આવી બાબતમાં બહુ ખુલ્લું કહેવું વાજબી નથી જણાતું. બાકી જમાનો બહુ ભયંકર આવતો જાય છે. હિતની વાત પણ ખુલ્લી કરવાથી એમાંયે ધાંધલ થાય છે. આંખોનાં ભવાં ચડી જાય છે. આંખમાં રોગ થયો છે. સારી વાતની પણ ઊંધી અસર થાય છે. સારી વાત થતી હોય તોયે બબડે કે “જોયું ? અમારું બગાડવા માટેના જ. આ બધા પ્રયત્નો છે.” આવી હાલત હોય ત્યાં થાય શું ? ભાવના સારી હોય ત્યાં અમલ યોગ્યતાના આધારે
શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાની વાત થાય એમાં બગડવાનું શું ? પાછા એવું બોલનારા સામે આવી વાત ન કરે પણ બહાર આડીઅવળી વાતો કર્યા કરે એવી હાલત છે. શ્રી જિનેશ્વરદેવમાં શક્તિ અનંત હતી; છતાં એમના સમયમાં પણ અનાર્ય, અધર્મી, કસાઈ, ઘોર પાપી, ચોર, બંદમાશ, ઉઠાવગીર, દરિદ્રી, દીન, દુઃખી, નિર્ધન, કુટુંબહીન, પરિવાર વગરના વગેરે બધા હતા કે નહીં ? હતા જ. શું નહોતું? પણ એમણે પણ એ તરફ આંખમીંચામાં કર્યો. શું ભગવાનને એમના ઉપર ઉપકાર નહોતો કરવો !પણ કરે શું ? ઉપકાર ગમે તેટલો કરવો હોય પણ અમલ તો સાધનના પ્રમાણમાં અને સામાની યોગ્યતાના આધારે થાય ને ? સગી મા પોતાના દીકરાની છાતી પર પગ મૂકી મોંમાં ચમચી ઘાલી દવા પાઈ શકે. છોકરું બૂમરાણ મચાવે તોય ગભરાય નહિ. પણ પડોશણના છોકરાને એ રીતે પાવા જાય તો માથે આરોપ આવી જાય. અરે ! બે શોક્ય હોય અને શોક્યના દીકરા પર પ્રેમ પણ હોય છતાં એ છોકરાને પણ સગી માની જેમ દવા ન પાઈ શકે. જો એ રીતે પાવા જાય ને કદાપિ પેલી ગળે પડે તો મુસીબતમાં મુકાય અને સંયોગવશ દવા કદાચ વાંકી પડે તો એના પર વહેમ પણ આવી જાય કે નક્કી કાંઈક કરી નાંખ્યું. समयं गोयम ! मा पमायो ।
પરમાત્મા મહાવીર દેવે ગૌતમ મહારાજાને વારંવાર એ જ કહ્યું કે સમર્થ નયમ ! મા પમાને - “હે ગૌતમ ! સમય માત્રનો પણ પ્રમાદ કરીશ નહિ.” મને અને તમને વારંવાર જો કોઈ એમ કહે તો જરૂર ગુસ્સો આવે અને સંભળાવી દઈએ કે “આમ પાછળ શું પડી ગયા છો !” પણ ભગવાન તો વારંવાર ગૌતમ મહારાજને એ જ કહેતા હતા. ભગવાન ગૌતમ મહારાજને એ