________________
1529 - ૨૨ : ભાવના અને પ્રવૃત્તિના ભેદને પિછાણો - 102 -- ૩૪૧ જ કહેતા હતા. કારણ કે એમનામાં એ યોગ્યતા હતી. ઉપકારબુદ્ધિ ભલે હોય પણ પ્રવૃત્તિ તો જે એ પચાવનાર હોય એના માટે થાય. વળી ઉપકારભાવનાની પાછળ કઈ બુદ્ધિ છે એ જોવું જોઈએ. પ્રવૃત્તિ ઉપકારની હોય પણ પ્રાપ્તિ શાની થાય છે એ પણ જોવું જોઈએ. પ્રવૃત્તિ સુખ માટે છતાં સુખ કેમ નહિ?
અજ્ઞાન એ ભયંકર વસ્તુ છે. ઇરાદાપૂર્વક પારકાનું સત્યાનાશ વાળવાની બુદ્ધિએ પ્રવૃત્તિ કરનારા પાપાત્માઓ તો બહુ થોડા હોય છે. જો એવા સંખ્યાબંધ જીવો હોત તો આ દુનિયામાં કોઈ જીવત નહિ. ઇરાદાપૂર્વકનું બીજાનું બગાડવાની જ પ્રવૃત્તિ કરનારા, પોતાનું બગાડીને પણ બીજાનું બગાડનારા તો ગણ્યાગાંઠ્યા અને માનચાંદ આપવા જોગા છે. એ સિવાયના બીજાઓ પોતાના દુઃખ માટે કે કોઈનું બગાડવા કે કોઈને દુઃખી કરવા પ્રવૃત્તિ કરતા નથી. સુખ માટે જ પ્રવૃત્તિ કરે છે છતાં લોકો સુખી કેમ નહિ ? ભગવાન સ્પષ્ટ જણાવે છે કે જગત અજ્ઞાનના કારણે સુખી નથી. સુખ માટે કરવા લાયક જે પ્રવૃત્તિ શ્રી જિનેશ્વરદેવોએ કહી છે તે ક્રમસર થાય તો સુખ આવે અને એવા પ્રયત્ન કરનારા જ જ્ઞાની છે. શ્રી જિનેશ્વરદેવ એટલે અનંતજ્ઞાની, એમણે બતાવેલા માર્ગે જે પ્રવૃત્તિ કરે અને બીજાઓને જે એ પ્રવૃત્તિમાં પ્રેરે તે જ્ઞાની અને બાકીના ઊંધી પ્રવૃત્તિ કરનારા બધા અજ્ઞાની. આ સત્ય હકીકત સ્વીકાર્યા સિવાય કોઈને છૂટકો જ નથી. દરેક કાળમાં અયોગ્ય માણસો હોયઃ
વ્યવહારમાં રહેલાને દ્રવ્યસહાયની, દ્રવ્યદાનની, દ્રવ્યથી ભક્તિ કરવાની છૂટ પણ સમજીને તથા સમજાવીને. ભિખારીને રોટલો આપનાર પણ પોતાને એનો જીવનદાતા ન માને ! જો એ સમ્યગૃષ્ટિ હોય તો. કેમ કે રોટલાના ટુકડાથી એનું ભલું જ થાય એમ લખી આપ્યું નથી. એ રોટલાનો ટુકડો ખાય, એનાથી અપચો થાય અને એ ભિખારી માંદો પડે એમ પણ બને. શુભ ભાવનાથી અપાય, સામો ક્યારે સુખી થાય એ ભાવનાથી અપાય, એના દુઃખનું કારણ પાપ ખસે એ ભાવનાથી અપાય, બને તો એને સમજાવાય તો એ રોટલો પેલાને પચે અને તેના ઓડકાર જુદા આવે. સમ્યગુદૃષ્ટિનું અનાજ પણ મંત્રેલું હોય, એનો ખાનારો પણ ગુણવાન થાય. એનું ભોજન ભૂતના વળગાડ જેવું ન હોય. પોતાની પાસે આવનારાને, નજીક બેસનારાને પાપનો ભય સમજાવવો જોઈએ. પણ આજની તો વાતો જ બધી જુદી છે. તમે હોટલમાં જાઓ એ વાંક હોટેલવાળાનો ? આજના લોકો તો અવળા વળગે એવા છે. એ કહે છે કે