SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશના શ્રી રામવિજયજી મહારાજ, ૧૯૮૫ની સાલમાં જ્યારે એક પ્રચંડ પડકારના પડઘારૂપે મુંબઈમાં પ્રવેશ્યા ત્યારે શ્રદ્ધાળુ સમાજે એ પગલાને કંકુથી વધાવ્યા તો અશ્રદ્ધાળુ સમાજે સત્યના એ સૂર્યની સામે ધૂળ ઉડાવવાની ધિઠ્ઠાઈ કરવામાં કશી કમીના ન રાખી ! સત્યના એ સૂર્યના સ્વાગતને મૂળમાંથી જ અટકાવી દેવાની મેલી મુરાદ ધરાવતા સુધારકો, માનવતા પર પણ મેખ મારતાં ન શરમાયા. સ્વાગત કરવા સજ્જ થયેલા રાજમાર્ગો પર કાચના કણ પાથરવા જેવાં પાપીપગલાં ભરતા એ ખચકાયા નહિ. પોતાના વિરોધી માનસને મુંગી રીતે પ્રગટ કરવા એમણે કાળા-વાવટા ફરકાવ્યા, તો જિનાજ્ઞા સામેનો પોતાનો અણગમો બુલંદ-નાદે જાહે૨ ક૨વા એમણે વિરોધના નારા લલકાર્યા. પરંતુ વિરોધના આવા બધાં કાજળઘેરાં વાદળાં વચ્ચેય, સત્યનો એ સૂર્ય દિવસે દિવસે વધુને વધુ તેજસ્વી બનીને પ્રવચનનો પ્રકાશ વેરતો જ રહ્યો. એ ફેલાવાની સાથે સાથે એ પ્રકાશના પીઠબળે પોતાનો ધર્મ પંથ શોધનારાઓની સંખ્યાનું પ્રમાણ પણ વધતું જ રહ્યું. એથી સુધારકો એ સૂર્ય સામે ધૂળ ઉડાડવાના પ્રયાસોના પ્રમાણમાં પણ વધારો કરતા ગયા ! ધૂળ ઉડાડવાના ધમપછાડા કરતા એ સુધારક માનસનો પરિચય પામવા, વાપીથી મુંબઈ સુધીની વિહારના ગાળામાં બનેલા કેટલાંક પ્રસંગો ઉપર દૃષ્ટિપાત કરીશું, તો એનો એક આછો પરિચય પામી શકીશું. સુરતથી આગળ વધતું સકલાગમ રહસ્યવેદી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજા, પૂ.પં. શ્રી પ્રેમવિજયજી ગણિવર, પૂ. મુનિરાજ શ્રી રામવિજયજી મહારાજ આદિનું વિહાર વહેણ વાપી સુધી લંબાયું. એટલામાં તો સુધારકોએ એવું વિચિત્ર વાતાવરણ ઊભું કરી દીધું કે જેથી અમદાવાદ બિરાજમાન ગાંભીર્યાદિ ગુણોદધિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયમેઘસૂરીશ્વરજી મહારાજાને ય એમ જણાયું કે પૂ. આચાર્ય શ્રીમદ્ વિજય દાનસૂરીશ્વજી મ. આદિનું મુંબઈ તરફનું ગમન એમના તથા શાસનના હિતમાં નહિ પરિણમે ! જેથી એ મહાપુરુષે તાકીદે પાછા ફરવાની સલાહ પણ આપેલી. પણ પૂ. આચાર્યદેવ મક્કમતા દાખવીને જણાવેલું કે આપ જરાય ચિંતા ફિકર કરશો નહિ . દેવ ગુરુ ધર્મની કૃપાથી સહુ સારા વાના થઈ જશે. વિહા૨નું વહેણ અંધેરી સુધી લંબાયું, ત્યાં સુધીમાં વાતાવ૨ણે ખૂબ જ.ગંભી૨-વળાંક લીધો અને પૂજ્ય આચાર્યદેવને મુંબઈ લાવવા માટે મહેનત કરનારા સિદ્ધાંત-પ્રેમી વર્ગને પણ એમ લાગ્યું કે, આ ચાતુર્માસ મુંબઈ ન થતાં અંધેરી થાય એ જ વધુ યોગ્ય ગણાય ! પરંતુ પૂજ્ય આચાર્યદેવશ્રીએ મક્કમ રહેવાની પ્રેરણા કરીને આગળ વધવાનો પોતાનો નિર્ણય જણાવ્યો. લાલબાગમાં થનારા પ્રવેશ-મહોત્સવના કોઈ કોઈ માર્ગને ८
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy