________________
કાચના કણોથી ઢાંકવાનો પ્રયાસ થયો હોવા છતાં, એ પ્રવેશ મંગલમય રીતે થયો.
વિરોધને મળેલી અસફળતાએ સુધારક-વર્ગને અકળાવી મૂક્યો અને લાલબાગની વ્યાખ્યાન-સભાને ધાંધલ ધમાલ કરીને ડહોળી નાંખવાનાં પગલાં એમણે ભર્યા. પણ વ્યાખ્યાનની ધારા જ્યારે ચાલુ જ રહી, ત્યારે સુધારક વર્ગે શ્રદ્ધાળુ શ્રાવકોના ગળેય પોતાની વાત ઉતારી અને એ શ્રદ્ધાળુ શ્રાવકોય પૂજ્યશ્રીને વિનંતી કરવા પહોંચી ગયા કે, ‘ગોડીજી અને લાલબાગ આ બંનેય સ્થળે વ્યાખ્યાન બંધ રહે તો કેમ ? આજે મુંબઈનું વાતાવરણ ખૂબ જ ડહોળાયેલું છે. પ્રવચનો બંધ રહેશે તો કંઈક શાંતિમય વાતાવરણ સરજાશે.” પૂ. આચાર્યદેવે શ્રી રામવિજયજી મહારાજને મળવાનું સૂચન કર્યું. સહુ એઓશ્રીની પાસે પહોંચ્યા. ઍમની વાત સાંભળીને પૂજ્યશ્રીએ સાશ્ચર્ય કહ્યું, ‘તમે શ્રદ્ધાળુ શ્રાવક થઈને ય મારી પાસે વ્યાખ્યાન બંધ રાખવાની વિનંતી કરવા આવ્યા છો ? તમારું તો પ્રભુ શાસનના સત્યને વિસ્તારવામાં સહાયક થવાનું જ પરમ કર્તવ્ય છે. તમે એ સુધારકોની વાતમાં કેમ તણાઈ ગયા ? એ લોકો તો સનાતન સિદ્ધાંતના પ્રચારને જ અટકાવવા માંગે છે. માટે આ વાત તો કોઈ રીતે શકય બને જ નહિ !' | પૃ: આચાર્યદેવ પણ આ જ વાતને વળગી રહ્યા. એથી શ્રદ્ધાળુ શ્રાવકોએ છેલ્લી વાત કરતા કહ્યું, ‘તો પછી અમારી રક્ષણની જવાબદારી હવે પૂરી થાય છે. જો પ્રવચનો બંધ નહિ થાય ને કોઈ ગંભીર પ્રત્યાઘાત પડશે, તો અમે એ સમયે રક્ષણ નહિ કરી શકીએ.” ( શ્રી રામવિજયજી મહારાજે જવાંમર્દીભર્યો જવાબ વાળતાં જણાવ્યું કે, ‘જિનશાસન જ અમારી રક્ષા કરનારું છે. તમારા રક્ષણની આશા પર મદાર બાંધીને અમે અહીં આવ્યા નથી. માટે અમારા રક્ષણની ચિંતા તમે ન કરતા. તમે જે શાંતિ સ્થાપવાની વાતો કરો છો, એનાં કરતાં તો સ્મશાનની શાંતિ વધુ સારી છે. એમ મારે કહેવું જોઈએ. જિનશાસનનો સાધુ તો જ્યાં જાય, ત્યાં વિષય-કષાયની અશાંતિ દૂર કરીને શાંતિ સ્થાપવાનું જ કાર્ય કરતો હોય છે. કારણ કે, શાસ્ત્રની આંખે જ જોવા-જાણવા અને બોલવા-ચાલવાની એણે શરણાગતિ સ્વીકારી હોય છે. માટે તમારી આવા પ્રકારની શાંતિ સ્થાપવાની વાતો સાથે અમે સંમત થઈ શકીએ નહિ. જિનશાસનના સત્યનો પ્રકાશ પામીને, શ્રોતાઓના ઘરમાં અને ઘટમાં સત્ય-અસત્ય વચ્ચે સંગ્રામ ખેલાવો શરૂ થાય, એને અશાંતિ કહેવી, એ તો બુદ્ધિનું દેવાળું સૂચવે છે. કારણ કે, આ સંગ્રામ દ્વારા જ સત્યનો વિજય થતો હોય છે અને શાશ્વત શાંતિ સ્થપાતી હોય છે. અમે શાસ્ત્ર વિરુદ્ધ બોલતા હોઈએ તો અમારી જીભ પકડવાનો તમને શ્રાવક તરીકે સંપૂર્ણ અધિકાર છે. અમે શાસ્ત્રની વાતો સમજાવવાનો પ્રયાસ કરતા હોઈએ એમાં તો તમારે સાથ-સહકાર