________________
૪૧૮ - સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩
1606 બચાવવાનો વિચાર કરે ત્યારે ત્યાં દયા કરતાં કાંઈક બીજી જ ભાવના છે. જ્યારે દયા હોય ત્યારે વાણી ને વર્તન જુદાં જ હોય. મુનિને ષકાયરક્ષક કહ્યા છે. મુનિ ત્રસકાયના રક્ષક તો છે જ. પણ પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાયના પણ રક્ષક છે. પૃથ્વીકાયાદિ જીવો કે જે હાલી ચાલી શકતા નથી તેના પર પણ પગ ન આવે તેની કાળજી જૈન મુનિઓએ રાખવાની છે. એ જીવોને દુઃખની સીમા નથી. મુનિ એ જીવોનો સંઘટ્ટો (સ્પર્શ) પણ ન કરે. સ્પર્શ કરવાથી પણ એને બહુ દુઃખ થાય છે.
સભાઃ “દુઃખમાં તો એ પડેલા જ છે !'
દુ:ખમાં પડેલા તો છે જ પણ એને અડવાથી એ દુ:ખમાં પણ વધારો થાય. દાઝેલા અંગ પર કોઈ અડે તો કેવી વેદના થાય ? દુનિયામાં પણ એવા દુઃખી મનુષ્યો હોય છે કે જે પંખો પણ ન સહી શકે અને અવાજ પણ ન સહી શકે. એવા દુઃખી માણસોને જોવા જનારો ત્યાં જરા પણ બોલે નહિ. મનુષ્યમાં આવા દુઃખી જીવો દેખાય, તો પૃથ્વીકાયાદિ જીવોનું દુઃખ તો અતિ ભયંકર છે. આવી દયા પાળનારો જ્યારે મનુષ્યની દયા કરવા નીકળે એની રીત જુદી જ હોય.
સભાઃ “વનસ્પતિ દેખાય છે તો પ્રફુલ્લિત !'
એ તો એના અવયવો પ્રફુલ્લિત દેખાય છે. પણ એમાં ગોંધાઈને રહેલો જીવ ક્યાં પ્રફુલ્લિત છે ? કર્મના સ્વરૂપને સમજવું પડશે. આપણે પાંચે ઇંદ્રિયોથી પરિપૂર્ણ છીએ, સતેજે મનવાળા છીએ, પુસ્તક વાંચીને પંડિત બનેલા હોઈએ તોયે ઘણી વખત એવું બને છે કે આપણી પીડા આપણે સહન કરી શકતા નથી, માત્ર “કાંઈક થાય છે” એમ કહીને પતાવાય છે. મોટા સર્જનો માટે પણ ઘણીવાર એવા પ્રસંગો આવે છે, જ્યારે એ પોતે પણ પોતાને થતા દર્દને કહી શકતા નથી. કર્મના ઉદયથી થતી પીડા અનિર્વાચ્ય છે. દર્દી દર્દની પીડામાં બૂમો મારે છે. પણ જ્યાં મરણ નજીક આવે ત્યાં શાંત થઈ જાય છે. કેમ કે દુ:ખ એટલું વધી ગયું કે વાચા જ બંધ થઈ ગઈ. તાવનું જોર વધે ત્યારે દર્દી મૂચ્છિત થઈ જાય છે, ત્યારે એ ઘેનમાં છે એમ કહેવાય છે, પણ એ ઊંઘ નથી. ડૉક્ટર પણ એ વખતે બરફ ઘસવાનું કહે, પણ બીજી કોઈ ખાસ દવા ન આપે. કારણ કે વ્યાધિ પૂરબહારમાં ફાટી નીકળ્યો છે. ત્યારે હવે વિચારો કે ન બોલતો સારો કે બોલે તે ? ગમે તેવા સ્થાનમાં પડી રહેવું પડે અને ખસી ન શકાય એ હાલતમાં ઓછું દુઃખ છે? ભયંકર તાપ હોય કે હિમ જેવી ઠંડી હોય કે પછી આગ લાગી હોય તો પણ ખસાય નહિ, આ હાલત ઓછા દુઃખની નથી. પણ કર્મ એવાં ઉદયમાં આવ્યાં છે કે એ બિચારાં ત્યાં ચોટ્યાં જ રહે છે, કે જ્યાં વધારેમાં વધારે