________________
1607
- ૨૭ : સંસાર એક કતલખાનું - 107 - ૪૧૯ આયુષ્ય બાવીસ હજાર વર્ષનું છે. બે દિવસ પણ એક જ સ્થાને બેસી તો જુઓ ! તો દુઃખીનાં દુઃખનો કાંઈક ખ્યાલ આવે. આત્મા અજ્ઞાનથી ઘેરાયો છે ત્યાં થાય શું?
ગર્ભનું દુઃખ યાદ કેમ નથી આવતું ? ત્યારે મૂચ્છિત હતા માટે, પણ એ યાદ ન આવે માટે ત્યાં દુઃખ નથી એમ ન કહેવાય. મૂચ્છિત અવસ્થાનું દુઃખ ઘડી પછી મૂર્છા ઊતરી જતાં પણ યાદ નથી આવતું તો ગર્ભનું દુઃખ ક્યાંથી યાદ આવે ? આત્મા જ્યાં અજ્ઞાનથી ઘેરાયો છે ત્યાં થાય શું ? મનુષ્યની દયામાં બીજાની દયાનું બલિદાન ન હોય ?
એકેંદ્રિયની દયા પાળનારા પંચેદ્રિયની દયા પાળે ત્યારે એની ભાવના ન્યારી જ હોય. શ્રી જિનેશ્વર દેવ કહે છે કે એકેન્દ્રિયની દયા પાળનારા જ પંચેંદ્રિયની દયાના સાચા પાલંક છે. શ્રી જિનેશ્વરદેવોએ આ સંસારરૂપી કતલખાનામાં બધાની કતલ થતી જોઈ ત્યારે નિર્ણય કર્યો કે એ બધાને ત્યાંથી કાઢવા એ જ સાચી દયા. મા-બાપ તથા ગુરુના ઉપકારનો બદલો શી રીતે વળે ? ખવરાવે, પીવરાવે, હવરાવે, ધોવરાવે કે પુષ્પશયામાં પોઢાડે, એ કશાથી એ બદલો ન વળે પણ એમને શ્રી જિનેશ્વરદેવનો ધર્મ પમાડાય તો એ બદલો વળે. '
સભાઃ “મનુષ્યની દયામાં બીજાની દયાનું બલિદાન હોય ?'
ન હોય. દયાળુ કોઈના નાશની ભાવના જ ન કરે. મુક્તિને સાધનારી જેટલી ક્રિયા તેમાં જે હિંસા થયા વગર ન જ રહે તેને સ્વરૂપ હિંસા કહી, એ આપણે પહેલાં જ વિચારી ગયા.
સભાઃ “મુક્તિને સાધનારી ક્રિયા કઈ ?”
સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન, સમ્યફચારિત્ર. સમ્યગદર્શન એટલે સંસારને કતલખાનું માની તેને છોડવા જેવો માનવો, સમ્યગુજ્ઞાન એટલે સંસારરૂપી કતલખાનાને ભિન્ન ભિન્ન રીતે ઓળખી, જેવો છે તેવો જાણવો અને સમ્યકુચારિત્ર એટલે કે કતલખાનાથી છૂટી જવું. ખીલો આ એક જ છે. ગમે ત્યાં ફરો પણ આ ખીલેથી ખસવાનું નહિ. આ ચાવી એવી મઝેની છે કે સ્વરૂપ તરત પરખાય. આ ખીલેથી ખસ્યા એ ઉસૂત્રભાષી ઠર્યા. દુધાળાં જાનવર ખીલે જ રહે અને જે ઢોર એ ખીલેથી ખસે તે ડાંગ ખાય, ડમ્બે પુરાય, માલિકને મળાય તો મળાય, નહિ તો કસાઈવાડે પણ જાય. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા છોડીને જનારા એ બધા ડબામાં પુરાવા સર્જાયેલા છે.