________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
સભાઃ ‘કહે છે કે ‘ઉત્સૂત્રભાષી’ શબ્દ હમણાં બહુ બોલાય છે.'
જરૂર પડે ત્યારે જે બોલવાની જરૂર હોય તે અવશ્ય બોલાય. જગદ્ગુરુ શ્રી હરીસૂરીશ્વરજી મહારાજા પોતે ફ૨માવે છે કે ‘હવે નિહ્નવ શબ્દ ન વપરાય. કેમ કે નિદ્ભવ તો કોઈ એકાદ સૂત્ર વિરુદ્ધ કહેતા હતા. પણ હવે તો આખું જ પલટાવાય છે ત્યાં નિહ્નવ ન કહેવાય, પણ ઉત્સૂત્રભાષી જ કહેવા પડે.'
૪૨૦
1608
હું તો હવે ઉત્સૂત્રભાષી કહેવા કરતાં સૂત્રવિરુદ્વાચારી કહેવાની જરૂ૨ જોઉં છું. ઉત્સૂત્રભાષીમાં તો થોડું પણ સૂત્રનું પાલન હોઈ શકે એવું સમજાય છે. પણ આ તો જે પાલન કરે છે તે પણ સૂત્ર વિરુદ્ધની પુષ્ટિ માટે. એવા સાધુ જે સાધુવેષ રાખે છે અગર એવા શ્રાવક જે કપાળમાં ચાંલ્લા રાખે છે તે પણ સૂત્રની વાતોના મંડન માટે જ મોટે ભાગે ૨ાખે છે. વેષના પ્રભાવે મુનિ કહેવરાવાય, પાટે બેસાય અને અજ્ઞાન લોકને આડુંઅવળું સમજાવાય એ બને ને ? ચાંલ્લો હોય તો જૈન કહેવરાવાય અને પછી મરજી મુજબ વર્તાય, એવી દશા છે. ત્યાં જે થોડું ઘણું પાલન છે તે પણ સૂત્રની વાતોના વિનાશ માટે છે, માટે એંની બધી ક્રિયા એ બકાચાર અર્થાત્ બગલાના આચાર જેવી છે.
સભા એવા મુનિઓની વાણી તો ગેરલાભ કરે ને ?’
માટે શાસ્ત્ર કહે છે કે એવાની વાણી સાંભળવા કરતાં કાનમાં ખીલા ઠોકવા સારા છે. સોનાની છરી ભેટમાં રખાય. પણ પેટમાં ન ખોસાય, વાણી સાંભળ્યા વગર રહેવાય. પણ નાશક વાણી ન સંભળાય. આ શાસનમાં પાપી નભે પણ પાપને પાપ તરીકે ન સ્વીકારે એ ક્ષણભર પણ ન નભે. પાપના ત્યાગમાં તો સામર્થ્ય જોઈએ. પણ પાપને પાપ કહેવામાં પણ સામર્થ્ય જોઈએ ! એ પણ ન કહેવાય તેનો અર્થ શો ? પાપને પાપ પણ ન કહે તે તો ઇરાદાપૂર્વક ધર્મનાશની ભાવનાવાળા છે. દયાનો પ્રસંગ આવ્યો છે માટે એને પૂરો સ્પષ્ટ કરી લઈએ.
નાના જીવોની દયામાં જ સાચું ક્ષાત્રત્વ છે
નાના જીવોની દયામાં ધર્મ નથી સમાઈ જતો, એવો આક્ષેપ કરનારાને તમારે કાંઈ કહેવું પડે કે નહિ ? નાના જીવોની દયામાં જ સાચું ક્ષાત્રત્વ છે. બળવાનના પડખામાં તો સૌ ભરાવાના પણ નબળાની પડખે કોણ ? સાચો ક્ષત્રિય જ નબળાની વહારે ચઢે. આપણે સાચા ક્ષત્રિયના સંતાનો છીએ. બળવાનને તો ઘણા મળશે, પણ નબળાને કોઈ નહિ મળે. આથી બળવાનની દયા ન ક૨વી એમ નથી કહેતો, માટે ઊંધું નહિ લેતાં પણ બળવાનની દયા માટે નબળાનો ભોગ ન લેતા.