________________
1609.
- ૨૭ : સંસાર એક કતલખાનું - 107 – ૪૨૧ અવસરે સાચી વાતો બોલવી પડશે?
આ જૈનશાસન એ ખરેખરું નંદનવન છે. એમાં જ્યાં બેસો ત્યાં અનુપમ આનંદ આવે, પણ બેસવું જોઈએ. જેમ એમાં ઊંડા ઊતરો તેમ મઝા આવે. દયાના વિચાર આવશે તે દિવસે હાલત જુદી થશે. દયાના વિચાર આવવા જોઈએ. ઘણા એવા આક્ષેપ કરે છે કે, “જૈનો તો કીડી મંકોડી જેવા નાના જંતુની દયા પાળે છે પણ એ આક્ષેપને તમે વધાવી લો. કહી દો કે “તમારી વાત સાચી છે, જેનું કોઈ નહિ એના અમે. જેની બધાએ ઉપેક્ષા કરી તેની રક્ષાની કામગીરી અમે ઉઠાવી. જેનું કોઈ તારણહાર નહિ તેને બચાવવાની જોખમદારી અમારી. બધા તમારા જેવા પાકે તો એ જીવોનું થાય શું ?” કોઈ એમ કહે કે, “દેડકાની દયાની વાતો શું કર્યા કરો છો ? તો કહેવું કે, તમે નિર્દય પાક્યા માટે.” એ કહેશે કે, “તમારામાં માનવદયા તો છે નહિ !” તો કહેજો કે, “હૈયામાં માનવદયા જરૂર છે. પણ એવી ઘેલી માનવદયા નથી કે જે બીજા જંતુના ભાગ લે.” આ બધું બોલવું પડશે. સિદ્ધાંત સમજો તો બોલાય.’
અવસરે આવું બોલવું જ જોઈએ. પણ સિદ્ધાંત સમજો તો બોલાય ને ? વસ્તુનું ધ્યેય નિશ્ચિત હોય તો ભૂલ ન થાય. માર્ગનો જાણકાર ગલી કૂંચીમાં થઈને પણ ઘેર જલદી પહોંચે. એ વાહનોથી ધમધમતા જોખમવાળા માર્ગે ન ચાલે. માર્ગના અજાણને તો લાંબું ચક્કર ખાઈને મોટા રસ્તે જ જવું પડે. જાણકારને તો કેડીમાર્ગ પણ જવાની છૂટ છે. માટે માર્ગના જાણકાર બનો અને માર્ગના નાશકોને બરાબર જવાબ આપી બોલતા બંધ કરો. બળિયાની સામે અહિંસા, સંયમ, તપ ફરજિયાત છે? - થોડા બળવાનને ઘણા બળિયા સામે ફરજિયાત શાંત રહેવું પડે છે. પણ તેથી એ કાઈ શાંત ન કહેવાય. બળવાનની સામે અહિંસા, સંયમ, તપ એ ફરજિયાત છે. પીંજરામાં ઊભેલો સાક્ષી ગમે તેવું જૂઠું બોલે પણ હોશિયાર જજ્જ એ પારખી લે ને પછી કરડી નજર કરી, બે-પાંચ સવાલ એવા કરે કે પેલો સાચું બોલી જ જાય; પણ તેથી એ કાંઈ સાચાબોલો કહેવાય ? ના સાચું બોલવું ન હતું, પણ બોલાઈ ગયું. હાથમાં તલવાર લઈને કોઈને મારવા જતો માણસ સામે અધિક બળવાનને જોતાં ગભરાઈ જાય અને હાથમાંથી તલવાર પડી જાય. તેથી એ મારવા નહોતો જતો એમ ન કહેવાય. નબળા પ્રત્યે પણ દયાના પરિણામ તેને જ આવે કે જે સંસારને કતલખાનાં માને.