SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ૨. સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ - 1510 જેને મુનિપણું ગમે નહિ એ દયાળુ નહિ? દયાની વાત જૈનશાસનમાં ઠામ ઠામ છે. સાચી દયા મુનિપણા વિના ન પળી શકે, એમ તમને લાગે છે કે નહિ ? જેને મુનિપણું ગમે નહિ એને દયાળુ મનાય ? મુનિપણાની ઇચ્છા વિના નથી તો શ્રાવકપણું આવતું કે નથી સમ્યગ્દષ્ટિપણું આવતું. જેઓને મુનિપણાનો વિરોધ હોય તેઓ જૈનશાસનની બહાર છે એમ લાગે છે ને ? વાતવાતમાં કહે છે કે “આ મુનિપણું પાળશે એની ખાતરી શી ?' એને કહો કે, “ભલા માણસ ! ખાતરી વિના તો આખો સંસાર ધમધોકાર ચાલે છે.” સારો નીકળશે કે ખોટો એની ખાતરી વિના છોકરાંઓને જન્મ આપો છો કે નહિ ? કેવી નીવડશે તેની ખાતરી વિના કન્યા પરણી લાવો છો ને ? બાપ કહેવાતો ખૂની નહિ થાય અને મા કહેવાતી ઝેર નહિ ખવડાવી દે એની ખાતરી શી છે ? પરંતુ ઓઘ ખાતરીથી જેમ દુનિયાનો પાપ-વ્યવહાર ચાલે છે તેમ ઓઘ ખાતરીથી ધર્મ-વ્યવહાર ચાલે એમાં હરકત શી છે ? એ પહેલા પણ આખરે ચઢવાના જ છે? કેટલાક કહે છે કે, “સમજ્યા વિના સામાયિક કેમ કરાય ?' પરંતુ સમજ્યા વિના ખાઈ-ખાઈને આટલા મોટા થયા એ વાત તેઓ ભૂલી જાય છે. અનાજ ખાવાથી સારા થવાશે અને માટી ખાવાથી નુકસાન થશે એનું ભાન જ ક્યાં હતું ? માતાએ અનાજના કોળિયા મોંમાં ઘાલીને ખવરાવ્યા અને માટી ખાધી તો મોંમાં આંગળાં ઘાલી-ઘાલીને કઢાવી ત્યારે મોટા થયા. સમજ્યા પછી જ ખાવું કે ખવરાવવું એવું ઠરાવ્યું હોત તો વહેલા સ્મશાન ભેગા થયા હોત. મા-બાપ ખવરાવે તે ખાવામાં જેમ વાંધો નહિ તેમ ઉપકારી મહાપુરુષો જ કરાવે તે કરવામાં વાંધો શો ? એમાં કંઈ લાંછન લાગે છે ? કર્માધીન આત્માની ખાતરી તો કેવળજ્ઞાની સિવાય કોઈ ન આપી શકે. કેવળજ્ઞાની પણ જોઈ રહ્યા છે કે આત્માના પરિણામમાં ક્ષણે-ક્ષણે પલટા થાય છે. સંયમ લીધા પછી પરિણામમાં પલટા ન આવે એવું નથી. પલટા તો આવ્યા કરે, ઊંચે ચઢે, સ્થાને જ રહે કે નીચે પણ જાય, એ બધું બને. આવ-જા થયા જ કરે, જો પલટાનો હિસાબ ગણી ધર્મ ન અપાય તો શ્રી જિનેશ્વરદેવ કહે છે કે મુક્તિમાં કોઈ જાય જ નહિ. એ તો એમ ને એમ મહેનત કરતાં-કરતાં એક દિવસ એવો આવશે કે તે દિવસે ક્ષપક શ્રેણિ મંડાઈ જશે, કર્મક્ષય થશે અને કેવળજ્ઞાન પમાશે. અરે ! ઉપશમ શ્રેણિમાં તો શ્રેણિએ ચઢેલો પણ પડે છે અને યાવત્ નિગોદમાં પણ ચાલ્યો જાય છે. ચૌદ પૂર્વધર પણ મહાઅજ્ઞાની થઈ જાય તો તેમાં નવાઈ નથી. પણ શાસ્ત્ર કહે છે કે એ પડેલા પણ આખરે ચઢીને મુક્તિએ જવાના જ છે.” .
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy