________________
૩૫ : આત્માના સ્વભાવ-વિભાવની સાચી ઓળખ
વીર સં. ૨૪૫૬ વિ. સં. ૧૯૮૬૭, ચૈત્ર વદ-૧૨ શુક્રવાર, તા. ૨૫-૪-૧૯૩૦
૦ સંખ્યા એ મહત્ત્વની વાત નથી :
♦
મૂળ નીતિમાં તો ફેરફાર ન જ ચાલે : • આજે વક્તા વધ્યા છતાં ધર્મ ન વધ્યો :
નાયક વિના તો એમને પણ ચાલતું નથી : રાગ કૃત્રિમ છે, વિરાગ સ્વભાવ છે : આત્મા, જડ અને એ બેનો સંયોગ અનાદિ : અનંતા પણ બે જાતના :
♦ ઇચ્છાથી જોનાર અધૂરા છે ઃ કેવલજ્ઞાન ભણવાથી ન આવે :
♦ જેને દુઃખ પડે તે અધર્મી, એવું નથી :
• દુનિયા લોભસાગરમાં ડૂબી છે ઃ
૦ સ્વપરનો વિવેક હજી થયો નથી :
પ્રમાદ જાય ત્યારે ધર્મધ્યાન આવે :
૭ વિભાવ પરખાય તો લોકોત્તર ક્ષમા આવે :
મહાત્માઓ આપત્કાળને મહોત્સવ માને છે :
•
♦ દુનિયા ત્યાગી છે પણ રાગ માટે :
♦ મૂર્ખાઈને કારણે લાભને બદલે હાનિ :
♦ તમે કેવા છો એ તમારા આત્માને પૂછો :
૭ આસ્તિક્યની પ્રાપ્તિ કઠિન છે :
૭. આજે નાડીવૈદ્યો ન રહ્યા :
વિધિ તજે તે તત્ત્વજ્ઞાન ન પામે :
♦ એવાથી કદી ઉદ્ધાર થાય નહિ : ♦ અણીના અવસરે ટકે તે જ ધર્મી :
115
સંખ્યા એ મહત્ત્વની વાત નથી
અનંત ઉપકારી શાસ્ત્રકાર પરમર્ષિ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રીસંઘના ગુણ દોષના સ્વરૂપનું વર્ણન કરતાં ફરમાવે છે કે સુખશીલિયા, સ્વચ્છંદાચારી, મોક્ષમાર્ગના વૈરી, આજ્ઞાથી ભ્રષ્ટ, દેવાદિ દ્રવ્યનું ભક્ષણ