SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ 125 – ૩૫ આત્માના સ્વભાવ-વિભાવની સાચી ઓળખ -115 - ૫૩૭ કરનારા, ઉન્માર્ગના પક્ષકાર, સાધુજનોનો દ્વેષ કરનાર, અધર્મ-અનીતિ અને અનાચાર મન-વચન-કાયાથી સેવનાર, સેવરાવનાર તથા ધર્મનીતિથી પ્રતિકૂળ વર્તનાર એવાં સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા મોટી સંખ્યા હોય તો પણ એને સંઘ ન ગણો અને એવાને માનનાર પણ સંઘમાં ન ગણાય. આ શાસનમાં સંખ્યા એ મહત્ત્વની વાત નથી. સંખ્યા ઘણી હોય તો ઉત્તમ પણ ઘરમાં ઓછા માણસ હોય માટે બહારનાને લાવી સંખ્યા ન વધારાય. ઘરના પાંચથી નિભાવાય પણ પાડોશીના લાવીને ઘરમાં ન પેસાડાય. મોક્ષમાર્ગના અનુયાયીની સંખ્યા મોટી હોય તો ઉત્તમ પણ કેવળ સંખ્યાના મોહમાં પડીને જેને તેને ભેગા કરવાનો અર્થ નથી. રાજા મહારાજાઓ યુદ્ધમાં જાય ત્યારે રસ્તાની પોલીસને ભેગી ન લે કેમ એ તો બંદૂકના ભડાકાથી ભડકે ત્યાં તોપના મોં સામે શું કરે ? લશ્કરી સૈનિકોને જ લઈ જાય, ભલે સંખ્યા ઓછી હોય. હજારના ટોળામાં બે ઢીલા હોય તો બીજા પાંચને ઢીલા કરે. ગમે તેવાને ભેગા કરીને પણ સંખ્યા વધારવાની નીતિનો. આ શાસન ઇન્કાર કરે છે. માત્ર વેષથી કાંઈ જ ન વળે. આ શાસન તો તે છે કે જેણે ભલભલા વિદ્વાનો પણ આજ્ઞા વિરુદ્ધ ગયા તો એવાને પણ બહાર ફેંકી દીધા. મૂળ નીતિમાં તો ફેરફાર ન જ ચાલેઃ શ્રી સિદ્ધસેન દિવાકરજી ઓછા વિદ્વાન ન હતા. પણ ભિન્ન વિચાર માત્રથી ગુરુએ બાર વર્ષનું સખ્ત પ્રાયશ્ચિત્ત આપ્યું. સાધુના વેષ વિના એક રાજાને પ્રતિબોધ કરે ત્યારે જ સંઘમાં પ્રવેશ મળે એ જાતનું અનુશાસન કર્યું અને એમણે એ સહર્ષ સ્વીકાર્યું પણ ખરું. સારો માણસ પણ મૂળ નીતિને ન અનુસરે એ ન ચાલે. મૂળ ચીજ. ઉપર જેને વિશ્વાસ હોય તે જ આ શાસનમાં નભે. સંખ્યા જોઈએ, પણ કચરો ન જોઈએ, વજન વધારવા માટે ઘરમાં કચરો ભેળો ન કરાય. સ્ત્રીઓ દિવસમાં બે વાર અને જરૂર પડે તો ત્રણ વાર પણ ઘરમાંથી કચરો કાઢે છે. વૃદ્ધવાદીજી રબારીઓ સંસ્કૃત ન સમજે માટે એમની ભાષામાં બોલ્યા. પણ સંસારને સારો કહ્યો ? નહિ જ. જેવો આદમી તેવો ઉપદેશ હોય. નવકાર ન આવડે એની પાસે ભગવતી સંભળાવ્ય શો લાભ ? વૃદ્ધવાદીજીએ રબારીઓ પાસે ગાય-ભેંસ ચારવાની ક્રિયાને ધર્મ ન કહ્યો. આજે વક્તા વધ્યા છતાં ધર્મ ન વધ્યોઃ પહેલાં વક્તા થોડા અને શ્રોતા ઘણા હતા. આજે વક્તા વધી ગયા. વક્તા વધ્યા છતાં ધર્મ ગયો શાથી ? આટલી અનીતિ કેમ ચાલે છે ? જ્ઞાનના નામે અજ્ઞાન વધી ગયું. આજના પોથાં ફાડનારાઓ ભાષા સાથે વ્યભિચાર ખેલે છે.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy