________________
પ૩૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
125 ભાષાના ખોટા પ્રયોગ જ્યાં ત્યાં કરે છે. વેપારી “એક જ ભાવના બોર્ડ મારે ને ગ્રાહક તેટલા ભાવ કરે; તેમ શાળા-કૉલેજો પર મોટાં બોર્ડ લગાડે કે “સા વિદ્યા યા વિમુવત' - પણ ભીતરમાં તો જુદું જ ચાલતું હોય. જો એ લખાણ મુજબ સિદ્ધાંત જળવાતો હોય તો ત્યાં કઈ વિદ્યા ભણાવાતી હોત ? આજની વિદ્યા તો કેવળ પેટ ભરવા માટે જ ભણાવાય છે ને ? તો પછી ત્યાં તો “પેટ ભરે એ વિદ્યા” એવું જ બોર્ડ મારવું જોઈતું હતું ને ? આજે તો કેવળ આડંબર વધ્યો. વસ્તુનો સદુપયોગ ઘટ્યો ને દુરુપયોગ વધ્યો. સર્વજ્ઞના ધર્મમાં સંયધર્મ આવી જાય છે. પણ સર્વજ્ઞને ખસેડવાથી તો ધર્મ જાય છે અને અધર્મ આવે છે. આજના સમયધર્મની વ્યાખ્યા શી છે ? એ કહે છે કે “જે સમયે જે જરૂરનું લાગે તે કરવું એ ધર્મ. શાસ્ત્રોની ગુલામીથી આત્માની શક્તિઓ દબાઈ જાય છે. આચાર્યોએ શાસ્ત્ર શાસ્ત્ર કરીને આત્મશક્તિને દબાવી દીધી છે.” આમ કહીને તેઓ કહેવા માંગે છે કે “આંખો મીંચીને દુનિયા દોડતી હોય તે પ્રમાણે તેની પાછળ દોડવું એ ધર્મ. દોડતાં દોડતાં જ રસ્તો નીકળશે. શાસ્ત્ર શાસ્ત્ર કરતા રત્યે પાછળ પડી જશો.’ વારુ દોડો ! પણ પછી પટકાશો તો શું થશે ? નાયક વિના તો એમને પણ ચાલતું નથી ? ”
એ લોકોને દુનિયામાં પણ લીડર, નેતા, કે નાયક વિના ચાલતું નથી. એમના નાયકને પણ બૂમ પાડવી પડે છે કે કહેવા મુજબ ચાલો તો હિલચાલ ઉપાડું. વાત પણ ખરી છે કે બધા નાયક થઈ જાય તો પરિણામ ભયંકર આવે. એક પણ સભા પ્રમુખ વિના ભરાતી નથી. એટલે એ લોકો પણ ગમે તેને નાયક માને છે, તો અમે સર્વજ્ઞને કે સર્વજ્ઞના અનુયાયી આચાર્યાદિને નાયક માનીએ એમાં અંધશ્રદ્ધા કેમ ? જેને તેને નાયક માનવા હોય તો પછી સર્વજ્ઞને કે એના માર્ગે ચાલનારાને નાયક માનવા શું ખોટા ? તેઓ પોતાના નાયકના લખાણરૂપ હુકમને તાબે થાય છે તો અમે સર્વજ્ઞના ફરમાનરૂપ શાસ્ત્રોને તાબે થઈએ છીએ. અમે અમારા નાયકને સર્વજ્ઞ પુરવાર કરવા તૈયાર છીએ. તેઓ પોતાના નાયકને સર્વજ્ઞ સાબિત નહિ કરી શકે. તો પછી અંધશ્રદ્ધાળુ કોણ ? અમે દેખતા અને તેઓ જ આંધળા નહિ ઠરે ? અમે જેને માનીએ છીએ, તેમણે તમામ પાપસ્થાનકોનો ત્યાગ કર્યો છે એ પુરવાર કરવા તૈયાર છીએ, અને તેઓ જેને માને છે તેઓ પાપસ્થાનકો સેવે છે એ પણ સાબિત કરવા તૈયાર છીએ. અમારા નાયક સર્વજ્ઞ માટે એમની કહેલી વાત સ્વાભાવિક છે, જે તેવી સિદ્ધ કરવા તૈયાર છીએ. જ્યારે ત્યાંની વાતો બનાવટી છે એ પણ સિદ્ધ થઈ શકે તેમ છે.