SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૫ —૩૪ : સંઘની ઓળખ, સૂરિપુરંદર શ્રી હરિભદ્ર સૂ.મ.ના શબ્દોમાં – 114 – ડહાપણનો ડોયો ચલાવાય અને વળી એમાં બે-પાંચ પૈસાની આવક હોય તો સેવામાં જોડાય એવા એ છે. જ્યાં ખિસ્સું હલકું કરવાનું હોય, જ્યાં વિષય કષાયની વૃત્તિઓ મંદ કરવાની હોય, એવી સંસ્થાના વહીવટમાં એ નામચીનોનાં નામ હજી સુધી જોયાં નથી. હવે આવતીકાલે જોવા મળે તો જુદી વાત છે. 1723 અધર્મી ઊંઘતા સારા ઃ જૈન કુળમાં જન્મેલા જગતમાં કોઈનું થોડું પણ ભલું કરે એમાં વાંધો શો ? ભલે એ કોઈના પણ ભલામાં જોડાતા. પણ પત્રિકા તો એમની ચાલુ જ છે ને ? જ્ઞાની કહે છે કે અધર્મી ઊંઘતા સારા, જાગે, ત્યારે એ સખણા ન રહી શકે. કાંઈ ને કાંઈ આડખીલી ઊભી કરે જ. ધર્મી ઊંઘતાં ન જોઈએ અને અધર્મી જાગતા ન જોઈએ. આજે ધર્મીઓ સવામણની તળાઈમાં એવાં ઊંઘ્યા છે, એવી ઘોર નિદ્રામાં પડ્યા છે કે એમને ઉઠાડતાં પેલી કુંભકર્ણની નિદ્રા (ઇત૨માં કહેવાતી) યાદ આવે છે. જ્યારે અધર્મીઓની દોડધામ તો ચાલુ જ છે. શાસ્ત્ર તો કહે છે કે, જેનાથી બને તે જૈનશાસનને સેવે, ન સેવી શકે તે માર્ગાનુસા૨ી૫ણું સેવે. ઉપકારની પ્રવૃત્તિમાં પણ અંશે ધર્મ છે. આ તો એવું કાંઈ ન કરતાં દેવ-ગુરુ અને આગમ પર જ સીધી તરાપ લાવે છે તે કેમ ચાલે ? કેટલાક જૈનો તો હજુ પોતાના પૈસે ભણેલા એ લોકોને બહુ વિદ્વાન માને છે, એની આ પંચાત છે. એ જૈનો તેમને ખરા સ્વરૂપમાં ઓળખી લે, પછી વાંધો ન આવે. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા બહા૨નો સંઘ સર્પ સમાન ભયંકર છે. જે એના સમાગમમાં રહે, અને સહાય કરે, એની વાતોમાં તણાય તે પણ એટલા જ દોષના ભાગીદાર છે. સભાઃ ‘તો એમની દયા ચીંતવવી ?’ જરૂ૨ દયા ચીંતવવી. પણ દયા ડાકણને ખાય એવું ન થવા દેવું. એમનું ભૂંડું કે દુર્ગતિ ન ઇચ્છાય. હવે આચાર્યનું સ્વરૂપ પણ આ મહાત્મા કહે છે. આચાર્યથી પણ, સંઘ માટે સાવઘ ક્રિયા ન થાય. આ વિષયમાં ગ્રંથકાર પરમર્ષિ વિશેષ શું કહે છે તે હવે પછી.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy