________________
૪૩૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
– 1618 બધું છોડીશ” એમ કહેવાય ? ઘણા કહે છે કે અંદરનો – હૈયાનો ત્યાગ જોઈએ, પણ એ ત્યાગને હજી વાર છે. જેને દૂરનું છોડતાં હજી મૂંઝવણ થાય છે તે હૈયાનું છોડશે ? પહેલું આસ્તિક્ય અને પછી અનુકંપા
જડના સંસર્ગને ભયરૂપ માને તો પોતાની દયા આવે ને ? દુનિયાના પદાર્થો ભોગવતાં સમ્યગુદૃષ્ટિ આત્માને તો કંપારી થાય. એક પ્રકારની મૂંઝવણ થાય. અનેક ભાવો સુધી એવી મૂંઝવણ થાય ત્યારે ઠેકાણું પડે. લાખો મેળવવાની ઇચ્છા હોય, એ માટેના પ્રયત્ન હોય છતાં બધાને મળતા નથી, પરંતુ તેથી ઇચ્છા નથી એમ ન કહેવાય, તેમ અહીં પણ મૂંઝવણ સાચી છતાં બળ ન પ્રગટે ત્યાં સુધી જડના સંસર્ગથી છુટાય નહિ એ બને, પણ મૂંઝવણ સાચી જોઈએ. આંખમાં આંસુ ને હૈયામાં હસવું એ ન ચાલે. જ્યાં સુધી જડનો સંસર્ગ ભયંકર ન ભાસે ત્યાં સુધી દયાનાં પરિણામ વાસ્તવિક નથી માટે પહેલું આસ્તિક્ય અને પછી અનુકંપા કહી. શ્રાવકને બિચારા કહેનારા અજ્ઞાન છે:
સાધર્મિક પ્રત્યે દયા ન હોય પણ ભક્તિ હોય. દયા તો ગરીબની હોય, દીન-અનાથની હોય. શ્રી જિનેશ્વરદેવ જેના બાપ છે તેને દયાપાત્ર બિચારા કહેવાય ? નિગ્રંથ જેના ગુરુ છે અને દયાપ્રધાન ધર્મનું જેને શરણ છે એવા શ્રાવકને બિચારા કહેનારા પોતે જ બિચારા છે. જે ખરેખર શ્રાવક નહિ હોય તે બિચારા થઈને ભૂખે મરશે, પણ જે શ્રાવક હશે તે તો બહાદુર થઈને ભૂખ વેઠશે. જેને કોઈનું શરણ ન હોય તે બિચારા કહેવાય, જ્યારે આને તો જીવતાં અને મરતાં, આ ભવે ને ભવાંતરે શ્રી જિનેશ્વરદેવે નિગ્રંથ ગુરુ અને સર્વજ્ઞભાષિત ધર્મનું શરણ છે. એમને બિચારા કહેનારા અજ્ઞાન છે. ધર્માનુષ્ઠાન સામે બળાપો ન કરો :
આજના બેજવાબદાર અજ્ઞાન લેખકોએ જેમ તેમ લખી લખીને ઘણા મુગ્ધ લોકોને દીન અને દુઃખી બનાવ્યા છે. દસકા, વિસકા પહેલાં પાપોદયે દુઃખી થનારા પણ ગ્લાનિ નહોતા બતાવતા. આજે તો દીનતા એવી આવી અને ફેલાવનારાઓએ એવી ફેલાવી કે એમાં ફસાનારા બિચારા જ્યાં કોઈ ધર્માનુષ્ઠાન થતું જુએ કે તરત હૈયામાં બળાપો કરે અને કહે કે “અહીં આટલા પૈસા ખર્ચ અને અમારે માટે કાંઈ નહિ ?” શ્રાવક કુળમાં ઉત્પન્ન થયેલા આવું બોલે ? એ આવું બોલતા થયા ત્યારથી એમના લમણે ભીખ ચોંટી. આ ભવે તો