________________
1619 - - ૨૮: સ્વ-પરના ઉદયનો રાજમાર્ગ – 108
૪૩૧ ભીખ વળગી પણ ભવાંતરમાં તો એથીયે ભૂંડી રીતે ભીખ વળગવાની છે. આ ભવમાં તો ઉત્તમ જાતિ તરીકે જોઈએ, પણ દયાળુઓ ટુકડો ફેંકશે પણ ભવાંતરમાં તો એ ટુકડો પણ દુર્લભ બનશે. પોતે જે ક્રિયા ઇચ્છવી જોઈએ તે બીજો કોઈ પુણ્યવાન કરે તેમાં બળતરા શાની ? ખુશ થવાને બદલે દાંતિયા કરાય ? “મને નહિ અને આવામાં ખર્ચાય ?' આવો બળાપો કરનારાના ભાગ્યમાં શું હોય ? દુખ કેમ આવ્યું? એ સમજો !?
શ્રી જિનેશ્વરદેવની પૂજા તો એ તારકોના પુણ્યથી ખેંચાઈને જગત કરે છે, બાકી તમે એવા ભોળા નથી કે જ્યાં ત્યાં પૈસા નાંખી આવો. શ્રી જિનેશ્વરદેવની પૂજાનું મન પુણ્યવાનને જ થાય છે. “આ ઓચ્છવોમાં પૈસા ખર્ચવા કરતાં સમાજનાં કાર્યોમાં પૈસા ખર્ચાયતો ખોટું શું ?' આવા કુસંસ્કારો પાપોદયે દુઃખી થયેલાઓમાં ફેલાવીને એમના ધર્મધનનો પણ એ હીણકર્મી આત્માઓએ નાશ કર્યો છે. જૈન પોતે દુઃખી કેમ થયો એ ન સમજે ? “મને કેમ નહિ ?” એવું પૂછનારો અને ખોટો હક્ક કરનારો શું એ પારકા ઉપર જન્મ્યો હતો ? જો એમ જ હતું તો જન્મતાં પહેલાં જેની મદદ મેળવવા ઇચ્છે છે તેનો જવાબ મંગાવીને પછી જ જન્મવું હતું ને ? જે કર્મના યોગે જન્મ્યો તે કર્મના યોગે જીવવામાં વાંધો શો ? આ તો કહે છે કે, “અમે જમ્યા માટે તમે અમને જિવાડો કેમ નહિ ?' જાણે કે કોઈના માટે જ જન્મ્યા ન હોય ? જો એવું હતું તો પછી જિવાડશો કે નહિ ?' એમ પૂછીને પછી જ જન્મ લેવો જોઈતો હતો. એ શ્રાવકના દીકરાના સંસ્કાર આવા હોય ?
અમદાવાદથી મુંબઈ આવે ને કોઈ સામે લેવા ન આવ્યું તો ખેદ કરાય ? કરણી એવી કરો, પુણ્ય એવું બાંધો તો આખી મુંબઈ સામે લેવા આવે. દેવગુરુ, ધર્મમાં ખર્ચાતા ધનને બંધ કરી પોતાના પેટના ખાડા પૂરવાની વાતો કરનારા ભક્તિની પાત્રતા તો ગુમાવે છે, પણ દયાને પાત્ર પણ નથી રહેતા. એ હણ કર્મીઓ કહે કે, “પ્રભુભક્તિમાં કેમ ખર્ચો છો ?' તો કહેવાનું કે, “અમારી ઇચ્છા.” તરત એ કહેશે કે, ‘તો અમને કેમ નથી આપતા ?' તો કહી દેવાનું કે, અમારી મરજી.” એમને પૂછો કે, “તમારામાં આવી યાચકવૃત્તિ આવી ક્યાંથી ? અધિકારપૂર્વક માંગો છો તો કાંઈ થાપણ જમા મૂકી ગયા છો ?” આનો અર્થ અવળો ન લેતા. ભક્તિના સ્થાને ભક્તિ અને દયાના સ્થાને દયા ન કરવી એવું કહેવાનો અહીં આશય નથી. પણ એ કહેવા શું માંગે છે એ તો એને પૂછો ! શ્રાવકનો દીકરો દેવગુરુ સામે કે ધર્માનુષ્ઠાનો સામે આંખો કાઢીને પૈસા માંગે ?