SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ 1st - ૨૮ : સ્વ-પરના ઉદયનો રાજમાર્ગ - 108 - ૪૨૯ બંધ થયો નથી અને થવાનો નથી, માટે સંસાર બંધ થવાની ફિકર સંસારરસિક જીવોએ કરવી જ નહિ. કેમ કે સંસાર અનાદિ અનંત છે. ત્યાગીના સહવાસથી સંસાર સારો બનશે. પણ એ કદી અટકવાનો નથી. જ્યાં સુધી જડનો સંસર્ગ છે ત્યાં સુધી ચોવીસે કલાક આત્માની કતલ ચાલુ છે એ સમજાય તો શ્રી જિનેશ્વરદેવે વર્ણવેલી દયાનાં પરિણામ આવે. વાસ્તવિક દયા કોને આવે ? જેને પહેલી દયા પોતાના આત્માની આવે તેને જ વાસ્તવિક પારકી દયા આવે. ભૂખ્યા-તરસ્યાને દેખીને તો સામાન્ય જનને પણ દયા આવે. એ દયા આવવી સહેલી છે, પણ શ્રી જિનેશ્વરદેવે ફરમાવેલી દયા આવવી કઠિન છે. આ શાસનમાં તો ખાતાપીતાની પણ દયા ખાવાની છે, જ્યારે ભૂખ્યાની દયા તો છે જ. શ્રી જિનેશ્વરદેવની દૃષ્ટિએ તે રાજા અને રંક બેય સમાન દુઃખી છે કેમ કે બેય સંસારમાં રૂલી રહ્યા છે એમ એ નજરે જુએ છે. દુનિયાની દયા માત્ર રંક ઉપર છે, રાજા ઉપર નથી. રાજાને તો એ સલામ ભરે છે. પ્રભુશાસનના દયાળુને તો બેયની દયા આવે. જ્ઞાની તો બેયની હાલત કફોડી જુએ છે. રાજાને એ ઘમંડી જુએ છે ને રંકને એ દીન જુએ છે. એક મેળવવાની મથામણમાં છે ને બીજો ભોગવવામાં લીન થયેલો છે. એક મેળવવા માટે જ્યાં ત્યાં અથડાય છે ને બીજો ભોગવવામાં મશગૂલ બન્યો છે. બેય દુર્ગતિમાં જવાના છે એમ જ્ઞાની જુએ છે. આ શાસનમાં બેયને માટે ઉપદેશ એક જ છે. એ ઉપદેશ ઝીલે તો બેયને મુંડાય અને મુંડાય તે મુક્તિ પામે. ત્રણ પ્રકારના જડનો સંસર્ગઃ જડનો સંસર્ગ આત્માની કતલ કરે છે એ સમજાય તો આ વાત જચે. આત્માના અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અનંતવીર્ય જડના સંસર્ગથી નાશ પામ્યા છે, યાને દબાયા છે. કતલના બે અર્થ, કપાવું અને ઘવાવું. જડનો સંસર્ગ ક્યારે છૂટે એ જ ચિંતા ચોવીસે કલાક જોઈએ. જડના સંસર્ગમાં પહેલો સંસર્ગ કર્મનો છે જે અતિ સૂક્ષ્મ છે. આચારાંગમાં આ વાતો આવી ગઈ છે. કર્મ એ પણ જડ છે, આત્માની સાથે ક્ષીરનીરની જેમ મળેલાં છે, દેખાતાં નથી, ક્યાં છે, કેવા છે એની ખબર પડતી નથી, એવો એ સંસર્ગ છે. નજરે પડે તો તો કાતરથી કાપીને એને અલગ કરાય પણ એવા એ નથી. બીજો સંસર્ગ શરીરનો છે. એ સંસર્ગ લગભગ અહીંથી થયેલો છે. ત્રીજું બંધન એવું છે કે જે છેટે છતાં આત્માને મૂંઝવે છે. એમાં ઘરબાર, કુટુંબ-પરિવાર, પૈસાટકા વગેરે તમામ આવી જાય છે. સૌથી પહેલો ત્યાગ કયા બંધનનો થાય ? “કર્મ છૂટશે ત્યારે આ
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy