________________
૪૨૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
1616 બેદરકારી થાય તેવી એક પણ ક્રિયા આ શાસનમાં વિહિત નથી. શૈલેશીકરણ ન આવે ત્યાં સુધી હિંસા તો છે જ. પણ તેમ છતાં અહિંસક ભાવ તો અખંડિત જોઈએ જ. દરેક ક્રિયા વખતે આત્મા તે ભાવમાં ઝીલે. તે ભાવને ઠોકર વાગે એવી ક્રિયા સારી દેખાતી હોય પણ મોકૂફ રાખવી. સુરિપુરંદરો શાસનરક્ષા માટે સુપ્રયત્નો કરે પણ એમ કરવામાં પણ જો વારંવાર આધ્યાન થતું હોય તો ન કરે. આંખ લાલ કરે, ગરમ થઈને બોલે એમાં વાંધો નહિ, પણ હૈયું નિર્મળ જોઈએ. સામાનાં હાજા ગગડે તેવું બોલાય પણ હૈયાથી સામાનું અહિત ન ઇચ્છાય. એ સ્થિતિ ન જળવાય તો શાસ્ત્ર એ ક્રિયા મોકૂફ રાખવાનું કહે છે. પારકાનો ઉપકાર કરી પોતાનું બગાડવાની મના છે. અહિંસક ભાવ હણાવો ન જોઈએ. અહિંસક ભાવને નામે પાછી અયોગ્ય પ્રવૃત્તિ થવી ન જોઈએ. આંધળિયાં કરવાનો આ ધર્મ નથી. ધ્યેય અહિંસાનું જળવાવું જ જોઈએ. મુનિ અવસરે ત્રાડ પાડેઃ
શ્રીસંઘમેરૂની જીવદયારૂપી ગુફામાં કર્મરૂપી શત્રુને પરાજય પમાડવામાં ઉદ્દામ એવા મુનિવરો કુમતવાદી રૂપી હરણિયાને નસાડવામાં સિંહ જેવા છે. સિંહની એક ત્રાડથી હરણિયાં ભાગે જ અને ચપેટો પડે તો તો જીવે જ નહિ. મુનિ ત્રાડ પાડે ? હા ! એ શાશ્વત નિયમ છે. અવસરે જો ત્રાડ ન પાડે તો મુનિપણું ટકતું નથી. અશક્તિ હોય ને ત્રાડ ન પાડી શકે તે વાત જુદી, પરંતુ તે વખતે પણ જો બીજો કોઈ ત્રાડ પાડે તો એને આનંદ જરૂર થાય. કુટુંબ પર ધાડ આવે ત્યારે ડરપોક બધા ઢીલા થઈને બેસી રહે, પણ જો એમાંથી એક પણ શૂરો નીકળે ને ધાડને ભગાડે તો બધાને આનંદ થાય. “તેં કેમ બૂમ મારી ?' એવી ફરિયાદ કોઈ ન કરે. સંસાર કદી બંધ થવાનો નથીઃ
શ્રી જિનેશ્વરદેવને કોમળ પણ કહ્યા અને કઠોર પણ કહ્યા. તેમને દયાળુ પણ કહ્યા અને નિર્દય પણ કહ્યા. દયાળુ એવા કે જીવમાત્ર દુઃખી ન થાય એવી ભાવના અને વિધિવિધાન એવાં કઠિન કે કોઈ નબળો પોચો ત્યાં ન ટકે. દયાળુ એવા કે બધાને સિદ્ધિપદે પહોંચાડવાની ભાવના અને નિર્દય એવા કે એક-એક કર્મશત્રુને વીણી વીણીને સાફ કર્યા. આ બધી વાતો મગજમાં ઊતરે ક્યારે ? સંસારને કતલખાનું મનાય ત્યારે. સંસારની વાસ્તવિક સ્થિતિ વિચારી તેનાથી જે લાભ થાય તે લેવાનો છે, બાકી સંસાર કાંઈ બંધ થવાનો નથી. અનંતા તીર્થકરો ત્યાગના ધોધ વહેવરાવી ગયા, વર્તમાનમાં વિશ વિહરમાન ભગવંતો વહેવરાવે છે અને ભવિષ્યમાં અનંતા તીર્થંકરદેવો વહેવરાવશે. પણ સંસાર કદી