SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૭ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ - - 1554 કર્મનો ક્ષય કે ક્ષયોપશમ થઈ જાય તે આગળ વધે એમાં આશ્ચર્ય પામવાનું નથી. સીતાની દૃષ્ટિએ, રાવણ ભયંકર હતો પણ એ જ રાવણ તીર્થંકર થશે ત્યારે સીતાજીનો જીવ એમના ગણધર થવાના છે. ત્યાં સીતાજી એને એમ નહિ કહે કે, “પૂર્વે તું કેવો હતો ? આ તો સંસાર છે, નવાનું જૂનું અને જૂનાનું નવું એમાં થયા જ કરે. એકસરખી દશા તો મુક્તિમાં જ છે? ફેરફાર વગરની એકસરખી દશા તો મુક્તિમાં જ છે. સંસારમાં રહેવું અને ઊંચાનીચાની પંચાતમાં પડવું એ તો હારી જવા જેવું છે. જન્મથી ધર્મક્રિયા કરનારો રહી જાય અને નિમિત્ત યોગ વગર ક્રિયા કરનારો આગળ વધી જાય. આત્મા લઘુકર્મી થયો કે જોતાંવેંત એને સામગ્રી ફળી. એમાં એની ઈર્ષા શી ? શ્રી જિનેશ્વરદેવ ગર્ભથી જ ત્રણ જ્ઞાન લઈને આવ્યા હતા; હવે કોઈ પૂછે કે “એ કઈ નિશાળે ભણ્યા?' તો એ ચાલે ? એમની કોઈ પણ ક્રિયા માટે કંઈ ન પુછાય. એ પૂછવામાં તો આપણો ખોવાઈ જઈએ. આત્મા લઘુકર્મી અકામ નિર્જરાથી પણ થાય અને સકામ નિર્જરાથી પણ થાય. એક ભવમાં પણ કર્મના અનેક પલટા થાય છે. ઊંચ નીચ થાય છે અને નીચ ઊંચ થાય છે. હાથમાં હાથ મેળવનારા ક્યારેક એકબીજાની પીઠ પાછળ ઘા પણ કરી લે છે. આ બધું બને છે ને ? મોક્ષના પુરુષાર્થમાં જ બધા લાભ સમાયા છેઃ જેની સમ્યગદર્શનરૂપી પીઠ મજબૂત છે એનું શિર મૂલગુણ તથા ઉત્તરગુણ તરફ જરૂર ઝૂકે. મૂલગુણ તથા ઉત્તરગુણ તરફ જેને પ્રેમ નથી તે સંઘમાં આવી શકતો નથી. સંતોષરૂપી નંદનવનનો આનંદ એ વિના લેવાય શી રીતે ? સમ્યગુદૃષ્ટિ આત્મા પ્રયત્ન મોક્ષ માટે જ કરે, કેમ કે એનું ફળ નિશ્ચિત છે અને એમાં હાનિ લેશ પણ નથી. મોક્ષનો પુરુષાર્થ કરનારો એ ભવમાં મોક્ષ ન મેળવી શકે તો પણ એ સદ્ગતિમાં જ જાય; એને દુર્ગતિ, દીનતા કે દારિક્ય ન જ હોય. એ જ એક પુરુષાર્થ એવો છે કે જેમાં બધા લાભ સમાયા છે. પુરુષાર્થ કરવો તો એ જ કરવા યોગ્ય છે. બીજા તમામ પુરુષાર્થમાં ફળ ભાગ્યાધીન છે, ભવિતવ્યતા પર આધારિત છે. પણ મોક્ષના પુરુષાર્થમાં એમ નથી, તેથી સમ્યગુદૃષ્ટિ માટે ઉદ્યમની જ પ્રધાનતા કહી. અર્થકામના પુરુષાર્થમાં ઘાંચીના બેલ જેવી દશા છે: અર્થકામના પુરુષાર્થમાં બધી જ પંચાત છે. ગમે તેટલી મહેનત કરો પણ એક અશુભનો ઉદય આવ્યો ત્યાં બધું ખલાસ, પાછા હતા ત્યાં ને ત્યાં. ઘાંચીનો
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy