SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ 1555 - ૨૪ : શાસનના ચરણે સર્વસ્વનું સમર્પણ કરો - 104 - ૩૬૭ બેલ આંખે પાટા હોવાથી ફર્યા જ કરે. પણ જ્યારે જુઓ ત્યારે હતો ત્યાં ને ત્યાં જ; આવી દશા છે. આપણી ધર્મક્રિયાઓ પણ ઘાંચીના બેલ જેવી હોય તો વિચારવા જેવું નથી ? રોજ ક્રિયા કરવા છતાં ત્યાંના ત્યાં જ રહો તો પ્રશ્ન ન થાય ? ઘાંચીના બેલને પાટા કાઢી નાંખો તો પછી એ આગળ ન ચાલે, ત્યાં ને ત્યાં જ ઊભો રહી જાય. પાટાને કારણે જ એ પોતાને આગળ ને આગળ ચાલતો માને છે; માટે ચાલે છે. તેથી એની આંખે પાટા રાખવા જ પડે છે. આપણે શું એ બેલથી પણ કમઅક્કલ છીએ ? રોજ સામાયિક કરનારને જીવનભરની સામાયિકની ભાવના ન થાય ? માત્ર ત્યાં જ સંતોષ માને ? સ્તવન, સઝાય, રાસ આદિ વાંચવા અને સારી રીતે લલકારીને ગાવા છતાં તેના હેતુઓ જાણવા કે સમજવાનો પ્રયત્ન ન કરે તે ચાલે ? એ બધામાં આવતા પુણ્યને અને પુણ્યથી મળતા સુખને જ આગળ કરે તો લાભ શો થાય ? પોતે ધર્મક્રિયા કરવા છતાં જરા પણ આગળ ન વધે, આત્મા પર અંકુશ ન મૂકે, એક પણ ઇંદ્રિય પર કાબૂ ન ધરાવે, જ્યાંનો ત્યાં જ બેસી રહે અને બીજો કોઈ જો એનાથી આગળ વધે તો ન ખમી શકે અને તેનાં દૂષણ કાઢે, તો એવાને શાસ્ત્રકારો ધર્મ પામ્યા વિનાના જ ગણાવે છે. કોઈને ચડતો જોઈને એમ થવું જોઈએ કે, “આ પામી ગયો અને હું હજી એવો ને એવો રહ્યો !એના બદલે ઊંધી વાતો કરે કે “એ શું પામવાનો હતો ! અમે કંઈ એવાને ન નમીએ !” તો કહેવું પડે, “ભાઈ ! તારી કમનસીબીનો પાર નથી કે તને આવા વિચારો આવે છે ! આટલો ધર્મ કરવા છતાં સંસારના વિષય કષાયથી ખસાતું નથી અને જે ખસે છે એના પ્રત્યે દુર્ભાવ કરે છે ” જ્ઞાન ગુરુગમથી મેળવવું જોઈએ? શાસ્ત્ર કહે છે કે જ્ઞાન ગુરુગમથી મેળવવું જોઈએ. હાથે પુસ્તક વાંચનારા મોટા ભાગે આગમના ઊંધા અર્થ જ લે છે. ધ્યેય વગરનું વાંચન ઊંધા અર્થ તરફ દોરી જાય છે. જ્ઞાની કહે છે કે એવાને શાસ્ત્ર પણ શસ્ત્રરૂપ બને છે. જે તારે તે જ મારે. જૈન સંઘમાં શ્રીપાળ મહારાજાનો રાસ વર્ષમાં બે વાર વાંચવાનું રૂઢ છે છતાં વર્ષોથી એ રાસ વાંચનારાને હજી “લોકવિરુદ્ધ’નો અર્થ નથી સમજાતો તે આશ્ચર્યજનક છે. વાતવાતમાં એ લોકો લોકવિરોધના નામે ધર્મ છોડવાની વાત કરે ત્યારે દુઃખ થાય છે અને વિચાર આવે છે કે એમણે વર્ષો સુધી રાસ વાંચ્યો કે પછી પાનાં જ ફેરવ્યાં ? સ્વ મહત્તા ગાતાં તેઓ બોલે છે કે “આપણને હઠ નહિ, શાસ્ત્ર પણ કહે છે કે કદાગ્રહ ન કરવો. આવું બોલતી વખતે શ્રીપાળના રાસમાં આવતો મયણાસુંદરીનો પ્રસંગ તેમને કેમ યાદ નથી આવતો ? મયણાસુંદરીએ
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy