________________
૩૫: આત્માના સ્વભાવ-વિભાવની સાચી ઓળખ - 115
૫૫૧
બોલવાનું કહેનારા, જૂઠું બોલતાં શીખવનારા, જૂઠા સાક્ષીઓ ઊભા ક૨વાની સલાહ આપનારા, આવાઓ તો દુનિયાને શ્રાપરૂપ છે. એવાઓથી કદી દુનિયાનો ઉદય થયો નથી, થતો નથી અને થવાનો નથી. પેટ માટે પાપસ્થાનકો સેવનારા, સેવરાવનારા, સેવવાની સલાહ આપનારા અને સારું મનાવનારા તો જગતને ત્રાસરૂપ છે. એવાથી કદી ઉદ્ધાર થાય નહિ. આજના ધારાશાસ્ત્રીઓએ ચોરોને કે ખૂનીઓને ફરી ગુનો નહિ કરવાની સલાહ આપી ? એની પ્રતિજ્ઞા કરાવી ? નાં, એ તો ઊલટા પાપના માર્ગ ખુલ્લા કરે છે. ગુનેગારો માને છે કે, ‘ગુનો ક૨વો, પકડાઈ જવાય તો ધારાશાસ્ત્રીને શરણે જવું અને એ કહે એ રીતે જુઠ્ઠાં સાક્ષી વગેરે લાવીને છૂટી જવું !' વેપારીઓ પણ ખોટા ચોપડા લખે અને કેસ વકીલને સોંપે. સૉલિસિટરની કંપનીઓ સાથે એટલા માટે જ કાયમનો સંબંધ ૨ખાય છે કે પછી ગુના માટે કોઈ ભય જ નહિ. આવી માન્યતા તેઓ ધરાવે છે. પણ કર્મ કોઈને છોડતું નથી.
1739
અણીના અવસરે ટકે તે જ ધર્મી
અણીના અવસરે ટકે એ જ ધર્મ. આપણામાં એવાં સામર્થ્ય તથા શૌર્ય ન હોય એ બને પણ એ મહાપુરુષનાં દૃષ્ટાંતો લઈને તેવા બનવાની ભાવના રાખવી તથા એવી જ પેરવી કરવી. પરંતુ એથી ઊંધું કરવામાં ડહાપણ ન વાપરવું. જો લોભી અને ધર્મહીનો જગતમાં સુખી હોત તો ધર્મની કિંમત કશી જ ન હોત. મોટા શહેનશાહોને પણ અંતે શરણ તો ધર્મનું જ છે. એ વખતે તેની પાસે સોનૈયાનો ઢગલો કરવામાં આવે તે એની સદ્ગતિ ન કરે. પણ અરિહંતનું શરણ સંભળાવાય..તે વખતે જો એને સદ્ભાવના આવે તો સદ્ગતિ થાય.
ઉન્માર્ગગામીના સહાયક પણ એટલા જ દોષના ભાગીદાર છે. તે વિષયમાં શાસ્ત્રકાર ભગવંત હજી પણ વિશેષ જે કાંઈ ફરમાવે છે તે હવે પછી.