________________
પપ૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
1738 રોગ કહેનારા વૈદ્યો હતા. એ વૈદ્યો જેટલા દિવસ કહે તેટલા દિવસમાં વ્યાધિ મટાડતા. આજે તો નાડી જોવાતી નથી, પલ્સ ગણાય છે. વિધિ તજે તે તત્ત્વજ્ઞાન ન પામે?
દરેક વસ્તુ એના આમ્નાયથી ફળે છે. આજના ભણેલાઓ અજ્ઞાન છે એનું કારણ આમ્નાય ગયો, વિનય ગયો, મર્યાદા ગઈ. તેથી જ્ઞાન પણ ગયું. પૂર્વે વિદ્યાર્થીઓ વર્ષો સુધી ઉપાધ્યાયના ઘરે રહેતા, એમની સેવા અને પગચંપી કરતા અને એ રીતે વિદ્યાગુરુઓને પ્રસન્ન કરી વિદ્યા મેળવતાં. એ એવા વિદ્યામાં પારંગત બનતા કે આજે વર્ષો સુધી કૉલેજનાં પગથિયાં ઘસનારા અને ઢગલાબંધ પોથાં ફાડનારા પણ એવા નથી બની શકતા. ધારાશાસ્ત્રીની પરીક્ષા પાસ કરનારને પણ પ્રેક્ટિસ શરૂ કરતાં પહેલાં અનુભવ માટે કોઈ વકીલને ત્યાં બે-પાંચ વરસ કાઢવાં પડે છે, પાંચ-પચીસ કેસોમાં અનુભંવ મેળવવો પડે છે. જેટલા વિધિને તજે છે તેમનાં ઠેકાણાં પડતાં નથી, અર્થાત્ એ અક્ષરજ્ઞાન મેળવે, પણ તત્ત્વ ન પામે. વજસ્વામી ઘોડિયામાં રહ્યા રહ્યા અગિયાર અંગ ભણી ગયા. પણ ગુરુએ વાચનાચાર્ય થવા માટે યોગ્ય ન કહ્યા, કેમ કે આ જ્ઞાન સાંભળીને મેળવ્યું હતું, વિધિપૂર્વક ગ્રહણ કરાયેલું ન હતું. ઉપકારીઓનું ધ્યેય એ હતું કે, આ ચીજથી (આગમથી) કોઈના પર ઉપકાર ન થાય તો હરકત નહિ પણ અપકાર ન થવો જોઈએ, અને એ ધ્યેયથી યોગ્યતા જોઈને જ આજ્ઞા આપે. તેમના એ ધ્યેયને સમજ્યા વિના બીજું-ત્રીજી વાતો કરવી એ સૂચવે છે કે વસ્તુને પામ્યા નથી. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા સ્વસ્વરૂપને પોષનારી છે. એ ત્યારે જ ગમે કે જ્યારે પરનો પ્રેમ ઘટે. શ્રી જિનેશ્વરદેવે જે છે તે કહ્યું છે, નથી તે નથી કહ્યું, માટે એને માનવામાં નાનમ નથી. એવાથી કદી ઉદ્ધાર થાય નહિ?
પૂ.આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજા સંખ્યાનો જાપ કરવાની ના પાડે છે. આજ્ઞા માનનાર ચાર હોય તો તેને સંઘ કહે છે. આજ્ઞા બહારના લાખોના ટોળાને પણ સંઘ કહેવાની ના પાડે છે. રાજા હરિશ્ચંદ્ર એકલો રહ્યો, સત્યની ખાતર રાજ્ય તર્યું, કદી પગે નહિ ચાલનારી સ્ત્રીને પારકાં પાણી ભરવાનો વખત આવ્યો; પોતે ચંડાલનો નોકર બન્યો, કુંવર વિષમ સ્થિતિમાં મુકાયો, એ બધું સહ્યું પણ સત્ય ન જવા દીધું.
સભાઃ “આજના જેવા સોલિસિટર મળ્યા હોય તો એને બચાવી શકત.”
આજના સોલિસિટરને તો આંગણે પણ ન ચડવા દૈવા. એ તો સત્યરૂપ હતો. આજના પેટભરાઓની છાયા પણ એ ન લેત. પેટની ખાતર જૂઠું