________________
1731 - ૩૫ આત્માના સ્વભાવ-વિભાવની સાચી ઓળખ -115 - ૫૪૯ પ્રભુ પાસે આવે ખરો. પણ એ ધ્રૂજતો હોય. પ્રભુની સ્તુતિ કરતાં પૈસાટકા વગેરે સંસારના વિચાર આવી જાય તો એ ત્રાસ પામે. આસિક્યની પ્રાપ્તિ કઠિન છે?
નમુત્થણ” સૂત્રના એક-એક વિશેષણને વિચારો. “જય વિયરાય' સૂત્રમાં પહેલી માંગણી “ભવનિર્વેદ'ની છે. આ તો કહે છે કે, “આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા ?' આસ્તિક્યની પ્રાપ્તિ કઠિન છે અને નાસ્તિકનો ઇલકાબ ભારે પડે છે. “આત્મા, પરલોક, પુણ્યપાપ માને એટલે આસ્તિકઆમ કહી દિધે કાંઈ દિ' ન વળે. માનવાનું પ્રમાણ શું ? ચોર પણ ચોરીને ખોટી તો કહે પણ તેથી વળ્યું શું ? ખૂનીને પણ ફાંસી નજરે દેખાય ત્યારે હાથમાંથી તલવાર પડી જાય. જીવનમાં અનેક ખૂનો કરનાર પણ પાંજરામાં તો પોતાનો બચાવ જ કરે છે. કેમ કે હવે નજરે ફાંસી દેખાય છે. ભગવાનની પૂજા કરનારાઓએ વિચારવું કે તેઓ આ કોટિના તો નથી ને ? પેલો ખૂની પોતાના બચાવ માટે વકીલને લાખ આપવા, જૂઠું બોલવા તથા ખોટા સાક્ષી ઊભા કરવા પણ તૈયાર થઈ જાય છે. તે વખતે એની ભાવના કાંઈ વખાણવા જેવી નથી. માત્ર અત્યારે બચવા એ બધું કરે છે. એ લાખ વકીલને આપે છે તે કાંઈ દાન નથી કરતો. બચ્યા પછી પાછો વધારે સાવચેતી રાખી ખૂન કરવાનો જ છે. પોતે ચોરી કરે અને સામો ફરિયાદ કરી કોર્ટે ઘસડી જાય, છ મહિનાની જેલની સજા થાય તો એ જેલમાં જતાં જતાં પણ ત્યાંથી છૂટ્યા પછી તરત જ ફરિયાદીના ઘરને . સળગાવી મૂકવાનો નિર્ણય કરે છે. આજે નાડીવૈધો ન રહ્યાઃ
તમે પ્રભુ પાસે સ્તુતિ-પૂજા કરો છો એ વખતે તમારી કઈ હાલત છે તે વિચારો. સંસારની રૂચિ છૂટ્યા વિના એ સ્તુતિ વગેરેની સફળતામાં વાંધા છે. દુનિયામાં પાપ અને તેથી આત્માની કતલ તો અનાદિકાળથી ચાલુ છે. પાપને પાપ, પુણ્યને પુણ્ય, આત્માને આત્મા, જડને જડ એ રીતે બરાબર સમજાય તો સંયમમાં રસ લાગે. વીસમી સદીની વાતોમાં જડવાદ અને કુતર્ક પ્રધાન છે. વસ્તુ સમજવાથી થાય તે તર્ક અને સમજ્યા વિના થાય તે કુતર્ક. દર્દીને વૈદ્ય તેલનું ટીપું પણ ખાવાની ના પાડે ત્યારે દર્દીને થાય કે જરાક ખાવામાં શો વાંધો ? પરંતુ દર્દી પણ વિધિપૂર્વક વૈદક ભણે તો પછી તો એ પણ બધાને ના પાડે. બધાને હા પાડવાની ભાવનાએ ભણવા માંડ્યો. પણ વિધિપૂર્વકના ભણતર એની ભૂલ એને સમજાવી દીધી. જે આડો થાય, વિધિને એક બાજુ મૂકે તે વૈદ્ય ન થાય પણ ઊંટવૈદ્ય થાય. આજે નાડી પરીક્ષા નથી. પૂર્વે નાડી જોઈને