________________
૫૪૮
-
183
સંધ સ્વરૂપ દર્શન ભાગ-૩ આ પછી પટેલનાં ચાર સગાં ભેગાં થઈ બાદશાહને બદલે બેગમ પાસે ગયા અને કહ્યું કે, “આ બાદશાહ તો અમારો ધણી છતાં અમારા પર કોપ્યો છે એટલે તેને પડતો મૂકી આજે અમારી ધણિયાણી પાસે આવ્યા છીએ. માટે મહેરબાની કરો અને બાદશાહને ઠેકાણે લાવો.' આ સાંભળી બેગમને એ મૂર્ખાઓ પર ઘણો ગુસ્સો આવ્યો અને એ બધાને જેલમાં પુરાવ્યા. મંત્રીને આ બધી વાતની ખબર પડી એટલે તેણે આ બધા અજ્ઞાન છે એમ સમજાવી માંડમાંડ છોડાવ્યા. મુદ્દો એ છે કે સારી પણ ક્રિયા કરતાં ન આવડે તો આ રીતે લાભને બદલે હાનિ થાય છે. તમે કેવા છો એ તમારા આત્માને પૂછો:
આ શ્રી જિનેશ્વરદેવ એ ત્રણ લોકના નાથ છે. એમની પૂજા કરતાં આશાતના કરી તો આરાધનાના બદલે વિરાધના થવાની. આ પરમાત્માની આરાધના કરવી હોય તો સંસારની રુચિ ઘટાડ્યા વિના છૂટકો નથી. સંસારની રુચિ ન ઘટે ત્યાં સુધી જિનેશ્વરદેવનો ધર્મ પામ્યાની વાતો એ વાહિયાત વાતો સમજવી. શ્રી જિનેશ્વરદેવના શાસનની પ્રાપ્તિ દુર્લભ છે. જે, તે, શાસન પામતા હોત તો તેની આટલી મહત્તા ન હોત અજીર્ણ હોય અને ભોજનની રુચિ થાય એ ન બને. શરીરમાં તાવ હોય ત્યાં સુધી મિષ્ટાન્ન ન ભાવે. એ તાવ કાઢવા માટે પહેલાં તો કડવા ઉકાળા પીવા જ પડે. સંસારના પદાર્થોની અરુચિ વિના શ્રી જિનેશ્વરદેવનો ધર્મ રૂચે જ નહિ. મુક્તિના અર્થીને જ્ઞાની કર્મનો બોજો ઘટાડવા ફરમાવે છે. હલકી તુંબડી પણ કાંકરાથી ભરેલી હોય તો સમુદ્રના તળિયે જ જઈને બેસે. એ ઊંધી વળે. એમાંથી કાંકરા નીકળી જાય તો એ સાગરની સપાટીએ આવે. આત્મામાં પણ વિષયવાસનાઓના અને કષાયોના કાંકરા ભર્યા છે. એ નીકળી જાય, વિષયસામગ્રીનો સંસર્ગ છૂટી જાય તો એ પણ ઉપર આવે. ચૈત્યવંદનના એક સૂત્રની આત્મા પર કેવી અસર થાય ? અરિહંત પાસે આવનાર કઈ રીતે આવે, શી રીતે બોલે, એ બધી સમજ એનામાં આવી જાય. એ ત્રણ લોકના નાથ છે, અનંતજ્ઞાની છે, પોતાની ચોવીસે કલાકની કોઈ પણ પ્રવૃત્તિ એમનાથી છૂપી નથી. પોતે અનેક ગુનાઓનો કરનારો છે એ ધ્યાનમાં હોય તો પ્રભુ પાસે કઈ રીતે આવે એ વિચારો. શાહુકાર પાસે ચોટ્ટાને આવતાં દૂરથી જ પગ કંપે.
સભાઃ “અમે ચોટ્ટા કે અપરાધી ?'
એ તમારા આત્માને પૂછો. વગર સમજે અપરાધ કરો છો કે ચાલાકીપૂર્વક કરો છો, એ પણ પૂછો. આજે તો કહે છે કે, “મન ચંગા તો કથરોટમેં ગંગા', પણ મન ચંગા હોય તો આ બધા દંગા શા માટે ? પોતાની સ્થિતિને જાણનારો