________________
૧૧ : પરમાત્માની ભાવદયાનો ધોધ - 91
૧૫૯
ગળામાં સાંકળ પણ હોય અને બહુ વહાલાં જાનવરને તો વળી ગળામાં સુંદ૨ પટ્ટો પણ હોયં. જો દુધાળું ઢોર કદી તોફાની થાય તો માલિક એના ગળામાં મોટું લાકડું ઘાલે કે જેથી ક્યાંય દૂર ભાગી ન શકે, કારણ કે એ એને કીમતી માને છે. કયા જાનવરને છોડીને છૂટાં મૂકી દેવાય તે હું તમને ઘણી વાર સમજાવી ગયો છું. એવાં ઢોરને બંધાય જ નહિ. એને છૂટાં જ રાખવાં પડે. શ્રી જિનેશ્વરદેવના સંઘમાં રહેનાર બંધનહીન હોય તે ન બને. દરેક કાર્યમાં પોતાની મરજી એ આ શાસનમાં ન નભે ! વસ્તુનો નાશ કરવાની મરજી ન ચાલે ? શાસનના મુખ્ય મુખ્ય સિદ્ધાંતો માનવા ન માનવામાં મરજી ચાલે ? ‘મને પાલવે તો જીવ માનું નહિ તો ન પણ માનું' એવી પોલ અહીં ન ચાલે..
ન
જૈનસંઘમાં ખોટી ચર્ચા ન હોય ઃ
ન
શ્રી જૈનસંઘમાં ખોટી ચર્ચા ન હોય. વિધવાવિવાહની વાતો આ શાસનમાં ન જ હોય. કોઈ શીલ ભાંગે માટે બધાને ભાંગવાની છૂટ, એવી વાહિયાત વાતો આ સંઘમાં ન હોય. કંદમૂળમાં અનંતા જીવ ક્યાંથી ? એ સમજવા માટે પૂછે તો વાત જુદી પણ ‘એ હોય જ નહિ' એમ ઠસાવવા માટેની ખોટી ચર્ચાને અહીં સ્થાન નથી. સંઘ બનનારે તો બંધનમાં આવવું જ પડે. સંઘના હૃદયમાં તો જ્ઞાનીએ નિયત કરેલા સિદ્ધાંતોનું મજબૂત સ્થાન હોવું ઘટે.
1347
શ્રી સંઘની સ્થાપના શા માટે ?
શ્રી જિનેશ્વરદેવે શ્રી સંઘની સ્થાપના કરી તે મોક્ષમાર્ગ ચાલુ રાખવા; તો તેને આરાધવાનું, પ્રચારવાનું, ટકાવવાનું અને દીપાવવાનું કામ પણ શ્રી સંઘનું છે. શ્રી તીર્થંકરદેવની ગેરહાજરીમાં શ્રી સંઘનું આ સિવાય બીજું કામ શું હોય ? ભગવાન તો વીતરાગ હતા. પોતાની પાછળ પોતાને મા૨ના૨ ટોળું કાયમ રહે એવી મનોકામના એમને ન હતી. ત્યારે પ્રશ્ન થાય છે કે એવા શ્રી વીતરાગદેવે સંઘની સ્થાપના.કેમ કરી ? શાસ્ત્ર કહે છે કે એ પણ શ્રી તીર્થંકર-નામકર્મના વિપાકના યોગે કરી છે. શ્રી સંઘની સ્થાપના તેમણે પોતાની ઇચ્છાથી નથી કરી કેમકે વીતરાગદેવને ઇચ્છા હોતી નથી. શ્રી તીર્થંકર થયા તે પૂર્વેના ત્રીજા ભવે ‘સવિ જીવ કરૂં શાસનરસી'-એ ભાવનાના યોગે એમણે શ્રી તીર્થંકર નામકર્મ નિકાચ્યું છે. આ ભાવના સમસ્ત વિશ્વના સઘળા જ્વો માટે એ મહાપુરુષે કરી, કેળવી અને ગમે તેવી આપત્તિ સહીને પણ ઠેઠ કેવળજ્ઞાન થતાં સુધી પોષી, એના યોગે કેવળજ્ઞાન બાદ શ્રીસંઘ સ્થપાયો. શ્રી તીર્થંકરદેવ દેશના દે છે તે પણ તીર્થંકર નામકર્મના ભોગવટા માટે. વિશ્વ પ્રત્યે ઉપકારની ભાવના તો પહેલાં કરી અને એ ભાવના સિદ્ધ કરવા એ મહાપુરુષે દુનિયાની અનેક તકલીફો