SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ : શ્રીસંઘ ને મેરુની પૂર્ણ થતી સરખામણી – 113 ૫૧૧ પાપનો પશ્ચાત્તાપ કરે છે. તો એ રીતે સાવધિરિ રહે જ કે રાખવી પડે ? ગમે તેવી ઉતાવળ હોય કે ગાઢ ઊંઘ આંખમાં ભરાણી હોય તો પણ હોશિયાર માણસ ઘરનાં બારણાં દીધાં વિના સૂતા નથી. મૂર્ખાની વાત જવા દો પણ ચકોર માણસ તો સમજે છે કે, ‘આ બધું મારું છે અને એને લઈ જનારા લૂંટારા બહાર ઘણા ભટકે છે.’ સમ્યગ્દષ્ટિ પાપને પાપ માનતો હોય, તેથી એના ફાંદામાં ન ફસાઈ જવાય એની કાળજી એને હોય જ. પારલૌકિક હિત એ જ વાસ્તવિક હિત છેઃ 1699 પ્રાણાતિપાત આદિ પાંચે આશ્રવના ત્યાગ વિના, દુનિયાના સંગના ત્યાગ વિના, દુન્યવી અર્થકામની પ્રવૃત્તિની લાલસાના ત્યાગ વિના અહિંસા આવતી નથી અને દેશથી એ આવે ત્યારે એની કસોટી માટે પૂછવું કે, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહનું પાલન શા માટે ? એની બરાબર તપાસ કરવી. સભાઃ ‘આત્માના હિત માટે.’ ઇહલૌકિક કે પારલૌકિક ? પારલૌકિક હિત વિના ઇહલૌકિક હિત વાસ્તવિક ન થાય. જેમાં પારલૌકિક હિત ન સમાયું હોય એવી એક પણ ક્રિયાથી આ લોકનું સાચું હિત ન સધાય. વર્તમાનમાં સારું દેખાતું હોય પણ જેનું પરિણામ ખરાબ હોય એને સારું કહેવાય ?”ન જ કહેવાય. સાકરનો પ્યાલો મીઠો, પીતાં મજાનો લાગે, વગ૨ આનાકાનીએ પીવાય. પણ કફના દર્દી માટે એનું પરિણામ ખરાબ, માટે એ એના માટે સારો ન જ કહેવાય. હું સંવરની વાત કરું છું. પાંચે સંવ૨નો સ્વીકાર શા માટે ? એ પ્રશ્નના ઉત્તર ૫૨ તમામ આધાર છે. દુનિયાની એક પણ કાર્યવાહીને સમ્યગ્દષ્ટિ આત્મા કરણીય માનતો જ નથી. સામાન્ય દાનની દ્રવ્યાનુકંપાથી વધારે કિંમત નથી. ભાવાનુકંપા વિના-દ્રવ્યાનુકંપા વસ્તુતઃ ફ્ળતી નથી. દ્રવ્યાનુકંપા : દ્રવ્યાનુકંપાનો ધર્મ ગૃહસ્થમાં તો હોય જ. ગૃહસ્થમાં જો એ ન હોય તો એની ભાવાનુકંપા નાશ પામે; પણ ભાવનુકંપા વિનાની દ્રવ્યાનુકંપા લગભગ નકામી. શ્રી જિનેશ્વરદેવે દ્રવ્યાનુકંપાનો ક્યાંય પણ નિષેધ કર્યો નથી. દ્રવ્યાનુકંપા એ તો ગૃહસ્થ માટે ધર્મનું મૂળ છે. સામાન્ય આત્માને ધર્મના માર્ગે ચઢવાનો એ રસ્તો છે. જે આત્મા બીજું કાંઈ વિશેષ ન કરી શકે તે પણ આ તો કરી શકે. શ્રી જિનેશ્વરદેવનું શાસન પામ્યા વિનાના આત્માને પણ દુ:ખીને
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy