________________
1700
૫૧૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
જોઈને દયાના અંકુરા ફૂટવા સહજ છે. પણ ભાવદયાપૂર્વકની દ્રવ્યદયામાં જે અંકુરા ફૂટે તે ભાવદયા વિનાની દયામાં ન ફૂટે.
હિંસાદિ પાંચેનો સંવર દુનિયાની સાધના માટે ન થાય
પૂર્વે સેવેલ હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહાદિનો પશ્ચાત્તાપ એટલા માટે કે એ ક્રિયા દુર્ગતિમાં લઈ જનાર છે. વર્તમાનમાં તો એનો ત્યાગ કરે છે જ; અને ભવિષ્યમાં એ ક્રિયાનો ત્યાગ કરવાનો દૃઢ નિશ્ચય એટલા માટે કે આત્મા દુર્ગતિએ ન જાય. આ પાંચેના સંવરની મુક્તિ થાય. મુક્તિ ન થાય ત્યાં સુધી સદ્ગતિ તો થાય જ. મુક્તિની ઇચ્છા સિવાય બીજી કોઈ ઇચ્છાથી થતી આ ક્રિયા સંવરને આશ્રવ બનાવે છે. બીજી કોઈ.ઇચ્છા ન આવે તો એ સંવર તો છે જ. પરંતુ બીજી ઇચ્છા એમાં ભળે તો એ સંવર નહિ. આ પાંચે ચીજ ઊંચી છે. એનો ઉપયોગ દુનિયાની કોઈ પણ સાધના માટે ન થાય. મુનિ પણ કષ્ટો સહે છે અને ગૃહસ્થ પણ કષ્ટ સહે છે, પણ મુનિ સહે તેની કિંમત છે, ગૃહસ્થ સહે તેની કોઈ કિંમત નથી. એનું કારણ ત્યાં અર્થકામની ઇચ્છા છે. અર્થકામની ઇચ્છાનો અભાવ નથી ત્યાં સંવર રહેતો નથી:
તો સમ્યક્ત્વ પણ પગ કરીને ચાલ્યું જાય :
શ્રી જિનેશ્વરદેવે કહેલ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય તથા અપરિગ્રહ એ પાંચે ક્યાં રહે ? આ વાતનો વિચાર ન કરે તો આ જમાનામાં તો સમ્યક્ત્વ પગ કરીને ચાલ્યું જાય તેવું છે. રાજાઓને પૂછો કે રાજ્ય કેમ કરો છો ? તો કહેશે કે પ્રજાના રક્ષણાર્થે. આ જવાબ સાચો છે ? આ સિવાય બીજો કોઈ ભાવ જ નથી ? રામચંદ્રજીની ગેરહાજરીમાં ભરતજીએ ગાદી સંભાળી એ પ્રજા૨ક્ષણાર્થે કહેવાય. જ્યારે કોઈ રક્ષક ન હોય ત્યારે ગાદી સંભાળવી પડે એ પ્રજા૨ક્ષણાર્થે કહેવાય; પણ રક્ષક મળ્યા છતાં બેસી રહે, ગાદી ન છોડે તો શું સમજવું ?
ધર્મઘેલા બનો પણ હૈયા વિનાના નહિ બનતા
ધર્મના ઓઠા વિના આ જગતમાં કદી કોઈ પૂજાયો નથી, પૂજાતો નથી અને પૂજાશે પણ નહિ. તેમાંયે આ તો આર્યદેશ છે. કેટલાક જ્ઞાનીઓએ તો આ દેશને ધર્મઘેલો કહ્યો છે. શ્રી જિનેશ્વરદેવનું શાસન કહે છે કે, ધર્મઘેલા બનો, પણ હૈયા વિનાના નહિ બનતા. ધર્મની વાત આવે ત્યાં આર્યદેશ ઝૂકી પડવાનો. અનાર્યદેશોમાં ધર્મના નામે કાંઈ ન થઈ શકે. ત્યાં શાકાહારની વાત કરે, પણ તે શરીર માટે છે. ધર્મદ્રષ્ટિએ એવી વાતો નથી થતી. માંસાહારથી શરીરમાં