SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ 17s૩ – ૩૫ઃ આત્માના સ્વભાવ-વિભાવની સાચી ઓળખ -115 - ૫૪૫ સાધનોને સારભૂત કહ્યાં, સિવાય તમામ અસાર કહ્યું. રાગ એ વિભાવ છે, વૈરાગ્ય સ્વભાવ છે. જે સ્વભાવના વૈરી એ જૈનશાસનના વૈરી છે. જેને સ્વભાવ ન ગમે તેને શ્રી જિનેશ્વરદેવ નથી ગમતા એમ કહેવાય. તેઓ શ્રી જિનેશ્વરદેવના સેવક નથી. પ્રમાદ જાય ત્યારે ધર્મધ્યાન આવે ઃ જેમને વિભાવરૂપ રાગ ગમે એમણે શ્રી જિનેશ્વરદેવને ઓળખ્યા નથી. શ્રી જિનેશ્વરદેવ એ કાંઈ જેને તેને ખેલવાની ચોપાટબાજી નથી. એને ઓળખવા માટે લાયકાત જોઈએ. યોગ્યતા કેળવ્યા વિના શ્રી જિનેશ્વરદેવનું શાસન પામ્યાની વાતો વાહિયાત છે. જે દિવસે આત્માના સ્વરૂપનો ખ્યાલ આવશે તે દિવસે જીવનમાં પલટો થશે. વાતવાતમાં પ્રશ્નો અજ્ઞાનીને ઊઠે. જેને ન આવડે તે ગ્રંથને ઝટ પૂરો કરે. વિદ્વાન તો મહત્ત્વની વાત આવે એટલે આગળ ચાલી જ ન શકે, ભગવાન શ્રી મહાવીરદેવે એક પરમાણુના ચિંતનમાં છ મહિના પસાર કર્યા. સાતમે ગુણઠાણે ધર્મધ્યાન છે, છછું કેમ નહિ ? છછું પ્રમાદ છે માટે નહિ. પ્રમાદ જાય ત્યારે ધર્મધ્યાન આવે. રાગને ખસેડી વૈરાગ્ય ખીલવવો એ જ આત્માનો ગુણ. ઉત્કટ કોટિનો વૈરાગ્ય થાય ત્યારે તો એ આત્માના દેહમાંથી પણ વૈરાગ્યનાં અણુઓ ચારે તરફ ફેલાવા લાગે. એવા વિરાગીની તો આકૃતિ જોઈને પણ વિરાગ થાય. રૂપસ્થ ધ્યાન એનું નામ છે. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે એ એક આશ્ચર્ય છે કે ભગવાનનું રૂપ જોઈને પણ ભવ્યાત્માઓ અરૂપી થાય છે. એમનાં ગાત્રોમાંથી પણ વૈરાગ્યનાં ઝરણાં ફૂટે છે. પણ આ બધું બને ક્યારે ? જ્યારે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા રોમ રોમ પરિણમે ત્યારે. વિભાવ પરખાય તો લોકોત્તર ક્ષમા આવે? લોકોત્તર ક્ષમા, અસંગાનુષ્ઠાન, અમૃત ક્રિયા આ બધું અભ્યાસ વિના ન થાય. શ્રી જિનેશ્વરદેવની ક્ષમા એ લોકોત્તર ક્ષમા છે. દુનિયાની તમામ ચીજનો વિભાવ પરખાય તો એ ક્ષમાં આવે. પરભાવથી સર્વથા મુક્ત બને ત્યારે કેવળજ્ઞાન થાય. જ્ઞાની દુનિયાની બધી ચીજને આત્માથી પર કહે છે માટે દુનિયાના આત્માઓને એ વાત ખટકે છે. માત્ર કોરા જ્ઞાનીની કે કેવળ ક્રિયાવાદીની મુક્તિ ન થાય પણ આજ્ઞાધીનની જ મુક્તિ થાય. આજ્ઞા કોની ? આપ્તની. આપ્તપણાની શંકા થાય ત્યાં ઊભા રહો. પણ આપ્તપણાની પરીક્ષા શી ? જેના વચનના પદે પદે સ્વસ્વરૂપની ઝાંખી થાય, જેના પદ પદે આત્મસ્વરૂપ ખીલવવાનો ઉદ્દેશ દેખાય તે આપ્ત છે. દુનિયાની કોઈ ચીજ ખીલવવાની ત્યાં વાત ન હોય. મુનિ વંદનને પણ વિધ્વરૂપ માને. વંદનમાં મોજ
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy