________________
૫૪૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ –– 1782, કરે છે અને દુકાને નોકરોને હેરાન કરે છે. નથી એને ઘરમાં શાંતિ કે નથી દુકાનમાં શાંતિ. જેની ઇંદ્રિયો કાબૂમાં ન હોય એવો રાજા પણ દરિદ્રી છે. વ-પરનો વિવેક હજી થયો નથી :
શ્રી જિનેશ્વરદેવે જે છે તે કહ્યું છે માટે એમનું શાસન ઊંચું છે, લોકોત્તર છે. દુનિયા આખી પરની પાછળ પડી છે એની તો મોટી પંચાત છે. શ્રી જિનેશ્વરદેવ પરનો ત્યાગ કરવાનું ફરમાવે છે. ઘર વગેરેમાંથી મારાપણાની બુદ્ધિ ખસશે ત્યારે તમે મળેલાનો સદુપયોગ કરવા માટે અમને પૂછતા આવશો. એ બધાને પોતાનું માન્યું છે માટે પૂછતા આવતા નથી. અહીં આવો તે માત્ર આદતરૂપે પણ વસ્તુ પરિણત થઈ નથી. સ્વ-પરનો વિવેક હજી થયો નથી. મજીઠનો રંગ હજી લાગ્યો નથી. બિલકુલ રંગ નહોતો લાગ્યો અને થોડો લાગ્યો માટે એ અનુપમ, પણ એથી ફુલાવાનું નહિ. મહેલ જેલ લાગવો જ જોઈએ. તમે એવા કેદી છો કે તમારે માટે જેલર કે પોલીસ કાંઈ ન જોઈએ. જેલ એવી ફાવી ગઈ છે કે તમારા હાથે જ બારણાં બંધ કરી અંદર મજેથી રહો છો અને નિરાંતે સૂઈ જાઓ છો. અનાદિનો આ અભ્યાસ થઈ ગયો છે. પહેલાંના પુણ્યપુરુષો ઇચ્છતા હતા કે ધર્મગુરુ એમને ધનવ્યય કરવાના માર્ગો બતાવે, જો ન બતાવે તો પોતાને એટલા કમભાગી માનતા હતા. શિષ્યો વિનીત છે કે જે હરપળે ગુરુની આજ્ઞા ઇચ્છે, ગુરુ જેને આજ્ઞા કરતા હોય તે તેમાં પોતાનું ભાગ્ય સમજે, પોતાને આજ્ઞા ન કરે તો પોતાની એટલી ખામી માને.
આજ્ઞા સાંભળીને અણગમો પેદા થાય તે કુશિષ્ય છે. શ્રાવક પણ સાધુથી ભાગતા ન ફરે. આજે તો જૈનકુળમાં જન્મ્યા તે નામના જ છે. વાસ્તવિક નથી. વાસ્તવિક બને તો અર્ધી મુક્તિ તો ત્યાં જ થઈ જાય. સમ્યગુદૃષ્ટિ દેવો પણ ભાવના ભાવે છે કે –
जिनधर्म विनिर्मुक्तो, मा भुवं चक्रवर्त्यऽपि । .
स्यां चेटोऽपि दरिद्रोऽपि, जिनधर्माधिवासितः ।। અર્થ : જિન ધર્મથી રહિત થઈને ચક્રવર્તી પણ ના થાઉં પણ જિનધર્મથી સહિત દાસ કે દરિદ્ર પણ થાઉં (તો મને વાંધો નથી).
આવા ઉદ્દેશથી દેવો દેવલોકમાંથી મનુષ્યલોકમાં શ્રાવળકુળમાં આવવા ઇચ્છે છે. પણ આજે તો હવે દીક્ષાની સામે જ જ્યાં વાડ ઊભી કરાય છે ત્યાં દેવો શા માટે આવે ? શ્રી જિનેશ્વરદેવે બતાવેલી ચીજો સ્વાભાવિક છે, છતાં એ ચીજો જેને ન ગમે તે કમનસીબ છે. શ્રી જિનેશ્વરદેવોએ આત્માને ખીલવવાનાં