SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ - 1232, મોકલાય. દુધાળાં જાનવરને એવી ટેવ જ પાડેલી હોય કે સાંજે ખીલે આવીને ઊભું જ રહે. માલિક દોરડે બાંધવા ન આવે ત્યાં સુધી બરાડે, ભાંભરે-માલિક આવે, એના પર પ્રેમથી હાથ ફેરવે ત્યારે જ પોતાનું શરીર હલાવી ખુશી વ્યક્ત કરે. દુધાળાં જાનવરનો આ ગુણ છે. માલિક સિવાય અગર તો જે રોજ દોહતું હોય તે સિવાય કોઈની તાકાત નહિ કે એને દોહી લે. લાત મારે, શીંગડાં મારે પણ બીજા કોઈને હાથ લગાવવા ન દે. માલિક તરફની એને વફાદારી છે. માથે માલિક છે એની ખુમારી છે. આવી જ દશા ધર્મીની હોય. ધર્મી આત્મા પણ દુધાળાં જાનવર જેવાં છે. સમ્યગ્દષ્ટિ આત્મા ઘેર રહે, પેઢીએ જાય કે ગમે ત્યાં જાય પણ “હું કોનો ?' એનું એને સતત ભાન હોય. એનું જીવન કદી ઉન્મત્ત ન હોય. એને કોઈ ઉન્માર્ગે ન લઈ જઈ શકે એટલું એનામાં કૌવત હોય છે. સાવચેત એટલો હોય કે કોઈથી ભરમાય નહિ. ગમે તેવો ભણેલો દમામ કરતો આવે અને ગમે તેવું ભાષણ ફેંકે પરંતુ આ એનાથી જરાય લેવાઈ ન જાય. પેલો કહે કે “ધર્મ હમ્બગ છે” તો આ કહી દે કે-“જે ધર્મથી તું માનવ બન્યો, આટલી સામગ્રી પામ્યો, ભણીગણી હોશિયાર થયો, તેને હમ્બગ કહેનારો તું જ હમ્બગ છો.” આટલું કહેવાની હામ છે ને ? દેવદ્રવ્યની બેન્ક કાઢવાની વાત કરવા આવનારને પોતાના આંગણે પગ પણ ન મૂકવા દેવાય. આવા વિચાર ધરાવનારા ગમે તેવા મોટા માણસો ગુણાતા હોય તો પણ એને સલામ કરવામાંયે પાપ અને એની સલામ ઝીલવામાં પણ પાપ. એવાના શેઠ થવામાંયે નુકસાન અને એની નોકરી કરવામાંયે નુકસાન. ગમે તેવો બાળગોઠિયો હોય તોયે એવાની સાથેનો સંબંધ તોડવો જ પડે, જો ધર્મ સાચવવો હોય તો. પોતાની પાસે છતી મિલકતે દેવદ્રવ્યથી બેંક કાઢવાની ભાવના થાય એ મનોવૃત્તિને પારખી લેવાની જરૂર છે. તેઓ કહે છે કે- “દિલ જરા દિલાવર રાખો.” આનો અર્થ સમજી શકો છો ને ? સાગર એ રત્નાકર છે. રત્નોને એ સંઘરે છે પણ મડદાને એ કદી સંઘરે ? મડદાની તાકાત નહિ કે રત્નાકરના રત્નોને અભડાવે. ગમે તેવા મોટા શહેનશાહનું મડદું હોય પરંતુ એ પણ સાગરના તળિયે જઈ ત્યાં રહેલાં રત્નો સાથે બેસે જ ન શકે. સાગર એને એક, બે ને ત્રીજા ઉછાળે કિનારે ફેંકી જ દે. જૈનશાસન એ અનુપમ રત્નાકર છે. એ પણ હાડકાંના ઢગલાને નથી સંઘરતું. મડદાં કહો કે હાડકાંના ઢગલા કહો બને એક જ છે. બન્ને ચેતનાહીન છે. ધર્મરૂપી ચેતના વિનાના માનવો પણ હાડકાંના ઢગલા છે. સમ્યકત્વના ઊછાળા જૈનશાસનરૂપી રત્નાકરમાંથી એને કિનારે ફેંકી દીધા વગર રહેતા નથી.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy