SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ 1626 ૪૩૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ ખાય શું અને એનું થાય શું ? નિયમ લેતાં એણે આવો કશો જ વિચાર નથી કર્યો. આજના શ્રાવકને રાત્રીભોજનના નિયમમાં વાંધા આવે છે. સારા સારા શ્રાવક પણ કહે છે કે, ‘શું કરીએ ? ધંધા એવા છે કે રાત્રે ખાધા વિના ચાલતું નથી, માટે પાંચ તિથિનો નિયમ આપો, રોજ તો નહિ બને.' આ કેવી દશા છે ? આગળ વધીને કેટલાક તો ત્યાં સુધી કહે છે કે, ‘શું રાત્રે ખાવાથી શ્રાવકપણું જતું રહ્યું ?' હું પૂછું છું કે આમ બોલવાથી શ્રાવકપણું રહે ? રાત્રે ખાવા છતાં એનો પસ્તાવો હોય તો હજી શ્રાવકપણું ૨હેવાનો સંભવ ખરો પણ આ રીતે બોલનારનું શ્રાવકપણું હોય તોય નષ્ટ થઈ જાય. જટાયુ પક્ષી અને શ્રી રામચંદ્રજી : જટાયુને નિયમ આપીને મુનિવર રામચંદ્રજીને કહે છે કે, ‘હે રામચંદ્ર ! આ જટાયુ પક્ષી હવે તમારો સાધર્મી છે અને સાધર્મિકની ભક્તિ કરવાનું શ્રી જિનેશ્વરદેવે વિધાન કર્યું છે. સાધર્મિકની ભક્તિમાં આત્માનું કલ્યાણ છે.’ તરત રામચંદ્રજી એ વાતને વધાવી લેતાં‘કહે છે કે, ‘આજ સુધી વનવાસમાં અમે ત્રણ ફરતા હતા તે હવે ચાર થયા. અમે ભાઈ તો ચાર છીએ. પણ હવે આજે આ એક ભાઈ વધ્યો અને હવે આજથી અમે પાંચ ભાઈ.’ રામચંદ્રજી જેવા જટાયુ જેવા પક્ષીને પોતાનો ભાઈ ગણે છે. શ્રાવકને શ્રાવકની ભક્તિનું મન ન થાય ? રાસમાંથી શું યાદ આવ્યું ? તમે ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરી શકો, પણ પૂજાની સામગ્રી સારી રાખી ન શકો એ શું ? સારા શ્રાવક તો સાથિયો કરવાના પાટલા પણ પોતાના રાખે અને તે પણ ચાંદી વગેરેના રાખે. શ્રીપાળ મહારાજાના રાસમાં આ બધું વર્ણન આવે છે. પણ તમે એ યાદ રાખો ખરા ? ના. તમે શું યાદ રાખો ? રોગ ગયો, રાજ્ય મળ્યું, સ્ત્રીઓ પરણ્યા એ ત્રણ વાત યાદ રાખો. શ્રીપાળ મહારાજના રાસનો સાર તો તમે આજે સમજો છો ને ? પૂજા વગેરે સામગ્રીમાં લક્ષ્મીનો સદુપયોગ કરાય. તો લક્ષ્મી પણ એને છોડે નહિ. એવા પુણ્યવાનને છોડીને લક્ષ્મી જાય પણ કયાં ? કદી પૂર્વના પાપોદયે જાય તો પણ ભાગ્યવાન એને ‘ઉપાધિ ગઈ’ એમ માને, એને એની મૂંઝવણ ન થાય. ધર્મીને ધર્મનો ખર્ચો કેટલો ? તમારો રસોડાનો ખર્ચ બાર મહિને કેટલો અને પૂજાનો ખર્ચ કેટલો ? રસોડાનો જો પાંચ હજારનો હોય તો પૂજાનો પાંચસોનો પણ ખરો ? શાસ્ત્ર કહે છે કે, ધર્મીની લક્ષ્મીમાં ધર્મનો અર્ધ ઉપરાંત ભાગ છે. રૂપિયે નવા આના
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy