________________
1625
- ૨૮ : સ્વ-પરના ઉદયનો રાજમાર્ગ - 108
–
૪૩૭
ઉમદા ચીજો ધર્મમાં વપરાવી જોઈએ. તમારાં સામાયિક પ્રતિક્રમણનાં સાધનો આજે કેવાં હોય છે ? ચરવળો, કટાસણું, મુહપત્તિ અને એ વખતનાં વસ્ત્રો સુંદર, ઉત્તમ અને ભાવનાની વૃદ્ધિ કરનારાં જોઈએ. પુસ્તકો પણ સારાં, બોધદાયક હોવાં જોઈએ. આજે તો નવલકથાઓ, શૃંગારોત્તેજક પુસ્તકો અને જોવા માટે પણ અયોગ્ય એવાં ચિત્રોવાળાં પુસ્તકો ઘરમાં જ્યાં ત્યાં પડ્યાં હોય. આ બધાથી મોક્ષ નજીક આવશે ? તમારો આદર્શ શો છે ? પાત્રની પરીક્ષાનો અભાવ:
તમારે ત્યાં દીવાનખાનાં છે, રસોડામાં છે, વિલાસ ભુવન છે, ગાડી ઘોડા ને મોટરો પણ છે. પરંતુ એ બધું તમને ક્યાં લઈ જશે ? અહીંથી મરીને કઈ ગતિમાં જવું છે એ કહો ! ગામમાં મંદિર હોય એથી ન ચાલે. પણ ઘરે ઘરે મંદિર જોઈએ. ઘરમાં ઉપાશ્રય પણ જોઈએ, ઘરે ઘરે ઘા જોઈએ, એક અખંડ મુનિનો વેષ તો ઘરમાં જોઈએ જ, કે જેનાં રોજ દર્શન કરતાં કરતાં જ્યારે ભાવના થાય ત્યારે કોઈને પણ પૂછ્યાગાળ્યા વિના ગૂપચૂપ એ ધારણ કરીને સીધેસીધા અહીં આવી જવાય. પરંતુ તમારે સાધુ થવું છે ? કે પછી શેઠ થવું છે ? કે રાજા-મહારાજા થવું છે ? શેઠ કે રાજા મહારાજા થવું હોય તો તમે પોતાને જૈનશાસનના આરાધક ન કહેતા. આરાધના કરો અને શેઠ શાહુકાર કે રાજા મહારાજા હો, બનો કે કહેવાઓ એમાં વાંધો નથી. તમારું ધ્યેય ફરે તો આજે ઉદય થાય જૈન સમાજમાં પૈસા ખર્ચાય છે તે એટલા છે કે એની સરખામણીમાં કોઈ ઊભું ન રહે. જૈનસમાજમાં સખાવતોનો તોટો નથી, ઉદારતાનો અભાવ નથી, પણ પાત્રની પરીક્ષાનો અભાવ છે. જે દીક્ષામાં ધન વ્યય થાય છે તે દિશા પલટાય, ધ્યેયની શુદ્ધિ થાય તો આજે ઉદય થાય. એકે જૈન પછી ભૂખે ન મરે. જેની સેવાનો ઉપદેશ શ્રી જિનેશ્વરદેવો આપે, નિગ્રંથ ગુરુઓ આપે અને જેની સેવાનાં વિધાનો શ્રી જિનેશ્વરદેવોનાં શાસ્ત્રોમાં હોય એ શ્રાવક ભૂખે મરે એ ન ભૂર્તો ન ભવિષ્યતિ'. તો શ્રાવકપણું હોય તોય નષ્ટ થઈ જાયઃ
જટાયુ જેવો પક્ષી શ્રાવક બન્યો એટલે રામચંદ્રજી જેવાએ પણ એની ભક્તિ કરી એ જાણો છો ને ? એ પક્ષીએ મુનિ પાસે ત્રણ નિયમો લીધા હતા. ૧. માંસ ન ખાવું, ૨. શિકાર ન કરવો. ૩. રાત્રીભોજન ન કરવું. આવા ત્રણ નિયમો લેતી વખતે પોતાને કોઈ સહાયક મળશે જ એવું નક્કી તો ન હતું ને ? જંગલમાં રહેનારું અને ક્રૂર જાતિનું એ પક્ષી એને અનાજ વગેરે ન મળે તો એ