________________
1627
૨૮.
ઃ સ્વ-પરના ઉદયનો રાજમાર્ગ - 108
૪૩૯
હોય. નવા ધર્મી માટે ચોથો ભાગ છે. પણ જેમ ધર્મની માત્રા વધે તેમ ધર્મનો હિસ્સો પણ વધતો જાય અને એથી ક્રમશઃ મમતા ઘટતી જાય. દુનિયાદારીના આત્માને બંગલો શોભાવવાનું મન થાય. દુનિયાદારીનો જીવ દીવાનખાનાં શણગારે ત્યારે શ્રાવક મંદિર અને ધર્મસ્થાનો આંખો ઠરે તેવાં બનાવે. ઇંદ્રો સમવસરણ એવું રચે છે કે, જ્યાં મિથ્યાદૃષ્ટિઓ પણ આવીને માથાં હલાવે છે અને ‘કાંઈક અદ્ભુત’ છે એવા ઉદ્ગારો કાઢે છે.
જાતની નામનાના રસિયા ચેતનાહીન છે
આજના લોકો કહે છે કે, ‘વીતરાગને પૂજા શી ? સાધુને માટે આલીશાન મકાનો શા માટે ? પથ્થરોમાં પૈસા ખરચવાથી ફાયદો શો ?’
હું કહું છું કે એ પથ્થરોમાં જ ચૈતન્ય છે. મંદિર અને ઉપાશ્રયના પથ્થરોના અણુ અણુમાં ચૈતન્ય જગાડવાનું સામર્થ્ય છે. એ જોતાં પણ જેમનું ચૈતન્ય ન જાગે એ પૂરેપૂરા જડ છે. આબુ દેલવાડાનાં મંદિરો જોઈને આજે એવાઓની આંખો પહોળી થાય છે. એમને ખટકે છે કે ‘આમાં આટલા પૈસા,?’ પણ એ જ મંદિરોને લીધે આજે પશ્ચિમના દેશોમાં પણ જૈનોની ઓળખ છે. તમારા બંગલાથી ત્યાં જૈન તરીકે કોઈ ન ઓળખત. તમારા બંગલાની નામના વધારવામાં ચૈતન્યનો વિકાસ થશે કે પ્રભુના મંદિરની નામના વધારવામાં ? પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા તો ફરમાવે છે કે કેવળ પોતાની નામના વધા૨વાના રસિયા તો ચેતનાહીન છે.
‘નામ’ પણ ‘ભાવ’નું પૂજાય છેઃ
અહિંસક ભાવને ટકાવવા માટે આ શાસનની તમામ ક્રિયાઓ છે. શ્રી જિનેશ્વર' દેવનું પૂજન, નિગ્રંથ ગુરુઓનું સેવન, આગમનું આરાધન, સાધુસાધ્વી, શ્રાવક-શ્રાવિકાની ભક્તિ એ સાતે ક્ષેત્રની સેવા અહિંસક ભાવને ટકાવવા માટે છે. પ્રભુના શાસનનો પ્રભાવ અનુપમ છે. ક્ષેત્રમાં ક્ષેત્રપણું જોઈએ. હવે કેવળ નામને ન પૂજતા. એકલું નામ હવે રદ છે. નામ પણ ભાવનું જ પૂજાય છે.
જાપ મરીચિના નામનો કે ભગવાન શ્રી મહાવીરના નામનો ?
શ્રી અરિહંતનું નામ પૂજાય છે, કેમ કે એ ભાવથી શુદ્ધ છે. જાપ મરીચિના નામનો થાય કે ભગવાન શ્રી મહાવીરના નામનો ? આત્મા તો એક જ છે. છતાં જાપ ભગવાન શ્રી મહાવીરના નામનો જ થાય છે. મહાવીર નામ ધરનારા પામરનો જાપ ન થાય. ભળતા નામે જ્યાં ત્યાં ભોળવાઈ ન જવાય,