________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
પણ ત્યાં તો સ્પષ્ટ કહેવું પડે કે અમે તે શ્રી મહાવીરદેવના નામનો જાપ જપીએ છીએ કે જે સિદ્ધાર્થ મહારાજા અને ભગવતી શ્રી ત્રિશલાદેવીના પુત્ર હતા અને જેમણે આવી આવી રીતે તપ-સંયમની આરાધના કરી કેવળજ્ઞાન મેળવ્યું હતું અને ધર્મતીર્થની જેમણે સ્થાપના કરી હતી.
૪૪૦
1628
અભિમાને ભાન ભુલાવ્યું છે
મુનિને કર્મશત્રુને જીતવામાં ઉદ્દામ કહ્યા. શુભ તથા અશુભ બેય કર્મોનો મુનિ નાશ કરે. શુભ કર્મમાં મુનિ હસે નહિ અને અશુભ કર્મમાં મુનિ રૂએ નહિ. અશુભ કરતાં શુભમાં ધર્મીએ બહુ સાવચેત રહેવું જોઈએ. માટે તો શાસ્ત્રે કહ્યું કે સો રૂપિયાની મૂડી થાય એટલે શ્રાવકના ઘરમાં મંદિર જોઈએ. કેન્ કે પછી જોખમદારી વધી એટલે રક્ષા જોઈએ જ. જો રક્ષાની વ્યવસ્થા ન કરાય તો પછી હજાર, લાખ, દશ લાખના વિચારો છાતી પર ચઢી બેસે. છાતી ફૂલવા માંડે અને અંદરના દેવ ગુરુ ધર્મ બહાર નીકળી જાય. ‘હું શ્રાવક, પ્રભુની સેવક' એ ભુલાય છે ને હું ‘લખપતિ’ એ ભાવના આવે છે. પછી તો પોતે શેઠ થયો ને સલામો ભરનારા નોકરો મળ્યા, એટલે બધી હાલત ફરી જાય. એ ચાલે ત્યારે ધરણી ધ્રૂજે. એના પગ જમીનને ન અડે. બજારમાં બૂટ પહેરીને ચાલે, બગીચા વગેરેમાં ચંપલ કે સપાટ પહેરીને ચાલે, દીવાનખાનામાં અને રસોડામાં મોજાં પહેરીને ફરે, આમ જમીનને તો એના પગ અડકે જ નહિ. હવે તો પંચાત વધી. શરીરમાં પણ વાતવાતમાં ૨ોગ જણાય. કોઈ એને શિખામણ દે તો એ સામેથી પેલાને કહે કે, ‘હું કોણ ? તમે કોને શિખામણ આપવા નીકળ્યા છો ?’ પેલો ચૂપ જ થઈ જાય. તમે નિરીક્ષણ કરજો કે મોટો માણસ ઉપાશ્રયે આવે તે એક મોટા મુનિને વંદન કરીને તેમની પાસે બેસી જાય. બીજાઓને એ ન વાંદે. એને એક જ ગુરુ, બાકીના અગુરુ ! વળી ગુરુ જેમ સાધુને નામ દઈને બોલાવે તેમ એ પણ ‘ફલાણા વિજય' એમ નામ દઈને વાત કરવા મંડી પડે, કેમ કે એ અભિમાનીને ‘હું કોણ !'ના સંનિપાતે ભાન ભુલાવ્યું છે.
મંદિર-ઉપાશ્રય એ દવાખાનાં છે
જેમ જેમ દુન્યવી સાહ્યબી અને સુખ-સંપત્તિ વધે તેમ તેમ ધર્મક્રિયાના ધોધ વહેવા જોઈએ. મંદિર તથા ઉપાશ્રયની સામગ્રી તથા ઉપકરણોમાં લક્ષ્મી વપરાય તો ચૈતન્ય હણાય નહિ. તે સિવાયનાં દુન્યવી સાધનોના વપરાશમાં તો ચૈતન્ય ક્ષણે ક્ષણે હણાઈ રહ્યું છે એ નજરે દેખાય છે. જડના સંસર્ગના કા૨ણે જ આત્મા માટે આ સંસાર કતલખાનું બન્યો છે. તેની સામે શ્રી જિનેશ્વરદેવનાં મંદિર અને ઉપાશ્રય એ દવાખાનાં છે. બીજી રીતે જોઈએ તો મંદિર અને ઉપાશ્રય એ બે