SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ 16 - ૨૮ : સ્વ-પરના ઉદયનો રાજમાર્ગ – 108 – ૪૪૧ મોટાં દવાખાનાં છે. અહીં રોજ ઑપરેશનો ચાલે છે. મંદિરમાં સાથિયો કરો છો એ કેસનું ઘડતર છે. ઉપાશ્રયમાં એ કેસ પ્રમાણે ઉપચાર અને દવાઓ તૈયાર થાય છે. એ ઉપચાર થતાં હોય ત્યારે ગભરાયે ન ચાલે. “રાત્રે ખાવાની ના કેમ પાડો છો ?' એવું અહીં હવે ન પુછાય. અહીં તો દુન્યવી દરેક કાર્યો માટે “ના” જ સાંભળવા મળશે અને તે તમારે સ્વીકારવાની. ફક્ત એક જ ચીજની “હા” છે, તે શાની ? આ ઓઘાની. પછી એકદમ ન લઈ શકે તેને માટે તેને તેને યોગ્ય નાનું નાનું અપાય. પણ દુનિયાદારીની કોઈ પણ વાતો તો અહીં ન જ થાય. કેવળ આ ભાવના ગમે, આ ઉપચારોનો મોખ હોય, પથ્ય પાળવું હોય, ઇંદ્રિયો ઉપર કાબૂ રાખવો હોય તો અહીં આવવું, નહિ તો વિના કારણ હોહા મચાવવા કે આ પવિત્ર વાતાવરણની હવા બગાડવા અહીં આવવામાં સાર નથી. હવે મુનિ એ કમતવાદી રૂપી હરણિયાં માટે સિંહ જેવા ક્રૂર છે એ વિષયનું વર્ણન કરતાં શાસ્ત્રકાર ભગવંત આગળ શું ફરમાવે છે તે હવે પછી.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy