SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ 1261 – ૫ બંધનમુક્તિનો માર્ગ, નિયમ- 85 તમામ વાત સમજાવવી પડે. પછી વ્રતનું સ્વરૂપ, તેના અતિચાર, દૂષણ વગેરે સમજાવાય ત્યારે એ વ્રત બરાબર પાળી શકે. એ રીતે હું જે નાસ્તિકોનું વર્ણન કરું છું તે આસ્તિક્યની પુષ્ટિ માટે, આસ્તિકો નાસ્તિકોની વાતમાં ન ફસાય તે માટે, તમારે બહાર કોઈ પૂછે તો કહેવાનું કે મહારાજ અમારા ભલા માટે જ આ બધું વર્ણન કરે છે. દુર્જનોને ઓળખ્યા. વિના છૂટકો નથી : ચિત્રકાર સારું ચિત્ર બનાવ્યા પછી તરત ધૂળને સંભારે. ચિત્ર ટાંગનારને કહી જ દે કે ભાઈ ! ધૂળ ન ઊડે ત્યાં ટાંગને અને નાનાં છોકરાં અટકચાળાં કરી બગાડે નહિ તે ધ્યાનમાં રાખજે. એ જ રીતે આસ્તિકોએ નાસ્તિકોથી બચવાનું છે. નાસ્તિકોને તો દૂરથી જ નમસ્કાર કરવા જોઈએ. કુર્બનં પ્રથમં વન્ટેએ ન્યાયે એમને નવ ગજના નમસ્કાર કરવા. એક કવિ કહે છે કે માર્ગમાં આવતા સજ્જનને નમસ્કાર ન કરાય તો વાંધો નહિ પણ દુર્જન સામો મળે તો એને નમસ્કાર કરવાનું ભૂલતા નહિ, નહિ તો એ તમારો ધજાગરો ચડાવશે. ગ્રંથકર્તાઓ પણ એ જ નીતિ અખત્યાર કરે છે અને પ્રારંભમાં જ લખે છે કે આ ગ્રંથ દુર્જનો માટે નથી. કેમકે એમની ટેવ એવી કે સારું પડતું મૂકીને ખોટું જ લે. ન હોય ત્યાં ચાંદાં પાડે. કાગડા જેવી એ જાત. બહારના સ્વરૂપથી, અનુમાન અને લક્ષણોથી તેમજ ડાહ્યાઓના કહેવાથી એવાઓને ઓળખ્યા વિના છૂટકો નથી. ધર્મવિરુદ્ધનીતિશાસ્ત્રનાં વિધાનો પણ ન મનાયઃ શ્રી સંઘરૂપ મેરૂગિરિની શોભા એનાં ઉજ્જવળ, ઊંચાં અને ઝળહળતાં ચિત્તરૂપી કૂટો કે જે ઇંદ્રિયો તથા મનનું દમન કરનાર નિયમોરૂપી સુવર્ણમય શિલાતલ પર ગોઠવાયેલાં છે, એનાથી છે. એ નિયમોથી અશુભ અધ્યવસાય દૂર થવાથી ચિત્ત ઉચ્ચતાને પામે છે એટલે કે ચિત્તકૂટ ઊંચાં બને છે. અશુભ અધ્યવસાય ગયા બાદ શુભ અધ્યવસાય આવે છે તેથી એ ચિત્તકૂટ ઉજ્જવલ બને છે અને ત્યાર બાદ સૂત્ર અને અર્થનું કાયમ સ્મરણ કરવાથી એ ઝળહળતાં બને છે. - હવે નિયમરૂપી શિલાનું જ જ્યાં ઠેકાણું નથી ત્યાં કૂટ ગોઠવાય ક્યાં ? નિયમ છે કે જે ઇંદ્રિયો તથા મનનું દમન કરે. આજે તો જેઓ નિયમ લે છે તે પણ સાજે-માંદે, ગામ-પરગામ, બીજે ત્રીજે બધે છૂટ, છૂટ ને છૂટની જ વાત રાખે છે ત્યાં હેતુ સફળ થાય શી રીતે ? ઘેર પૂજા કરવી અને બહાર ન કરવી એનું કાંઈ કારણ ? બહારગામ દેરાસર ન હોય તો વાત જુદી પણ દેરાસર હોય
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy