________________
૭૪
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩
- 1262 ત્યાં શા માટે છૂટ રાખવી ? એ જ રીતે ઘરે કંદમૂળ ન ખાવું તો બહાર શા માટે ખાવું ? કંદમૂળ વિના ન જ ચાલે એવું નથી. સાતે વ્યસનોનો શ્રાવકને ખપ શો ? માંસ, મદિરા, જુગાર, શિકાર, ચોરી, પરસ્ત્રીગમન અને વેશ્યાગમન એ સાતે વ્યસન તજવામાં શ્રાવકને મુશ્કેલી શી હોય ? સભાઃ “નીતિશાસ્ત્રતો એમ કહે છે કે-હોશિયારી માટે વારાંગનાદ્વાર-પ્રવેશ
જરૂરી છે.” એ વાત આપણને માન્ય નથી. નીતિમાં ધર્મની ભજના છે જ્યારે ધર્મમાં નીતિ નિયમા હોય છે. ધર્મમાં સહાયક હોય તે નીતિ મંજૂર, બાંધક હોય તે આપણને ન ખપે. પોષક વાત બધી લેવાય. ઘરમાં વસ્તુ વધે એવા હેતુથી કચરો ભેગો ન કરાય. એને તો વાળીઝૂડીને બહાર જ કાઢવો જોઈએ ! છોકરો પણ ચોટ્ટો પાકે તો એને કાઢી મૂકવામાં આવે છે. એને કોઈ ધીરે નહિ એવી નોટિસ કાઢવામાં આવે છે. ઘરના હિતમાં બાધક હોય તેને દૂર કરાય તો ધર્મના હિતમાં બાધક હોય તેને પણ ફેંકી દેવાય એમાં નવાઈ શી ?
દુનિયાનું કોઈ પણ શાસ્ત્ર હોય, પછી અર્થશાસ્ત્ર હોય કે કામશાસ્ત્ર હોય એ બધાં જ્યાં સુધી ધર્મ સાથે સંગત થાય ત્યાં “શાસ્ત્ર” અને બાધક થાય ત્યાં “શસ્ત્ર.” આજ સુધી લોકો કહેતા કે “મહારાજ એકલી દીક્ષાની જ વાત કરે છે, પણ નિયમની વાત તો કરતા જ નથી. નિયમની વાત કરે તો લોકો લે પણ ખરા.” તો હવે આ નિયમની વાત આવી છે તો લેવા તૈયાર થઈ જાઓ. એ વાત સાચી કે અધૂરા નિયમ કરવાની કે નિયમમાં પોલ રાખવાની દાનત ન રાખતા. ધર્મી આત્મા નિયમ એવો લે કે જે વારંવાર સ્મરણમાં આવ્યા કરે. વેપારી જેમ વાતવાતમાં પૈસાનું સ્મરણ કરે તેમ ધર્મીને હંમેશાં પોતાના નિયમોનું જ સ્મરણ હોય. ધર્મીનું ધ્યાન પોતાના નિયમોમાં જ હોય..
ઈલાયચીકુમારે મુનિને જોયા અને મુનિના નિયમબદ્ધ જીવન અને પોતાના નિયમવિહીન જીવનની સરખામણી કરી તો મુનિનું દર્શન ફળ્યું અને કેવળજ્ઞાન મેળવ્યું. ભગવાનની અંગપૂજા, અગ્રપૂજા વગેરે કોઈ પણ ધર્મક્રિયા આ હેતુ વગર નથી. “હે પ્રભુ ! તું આવો વીતરાગ અને હું રાગાંધ; તેં કર્મને જ્યાં અને હું કર્મથી જિતાયો વગેરે સરખામણી કરવાથી હેતુ સફળ થાય. આ રીતના નિયમો થાય અને વારંવાર આરાય તો આજે જીવન સુધરે. સાત વ્યસન એટલે સ્વતંત્રતાનો સંહાર : -
મનુષ્ય બનવું હોય તો પણ સાતેય વ્યસનનો ત્યાગ કરવો જોઈએ. તો જૈન કહેવરાવનાર માટે એનો ત્યાગ ન હોય એમ બને ? સ્વતંત્રતાનો પોકાર
*