SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ઃ બંધનમુક્તિનો માર્ગ, નિયમ – 85 કરનારી દરેક વ્યક્તિએ આ સાતેય વ્યસનનો ત્યાગ કરવો જ જોઈએ. મદિરા પીનારો પાગલ બની અનેકને હેરાન કરે છે ત્યારે બીજાની સ્વતંત્રતા હણાય છે. પારકાના શરીરમાંથી માંસના લોચા કાઢીને પોતાનું પેટ ભરનારા જેવા રાક્ષસ કોણ ? આમાં તો સ્વતંત્રતાનો ભયંકર સંહાર છે. મોજશોખ માટે બીજા પ્રાણીઓના પ્રાણ લેવા (શિકાર ખેલવો) એ અધમતા નથી ? પારકા માલ ઉપર ત્રાપ મારવાનો (ચો૨ી ક૨વાનો) હક્ક કોણે આપ્યો ? જુગાર તો પોતાની અને પારકી બેયની સ્વતંત્રતાનો નાશ કરે છે. સ્વતંત્રતાવાદી એવો તો ન જ હોય કે જે વેશ્યાને ત્યાં ભટકતો હોય કે પારકી સ્ત્રીમાં આસક્ત હોય. આ સાતેય વ્યસોનોનો ત્યાગ જૈનને તો હોય જ. જો ન હોય તો એ તેનું મોટામાં મોટું કલંક છે. 1263 ૭૫ હોળી આવે છે, પાપ બાળવા તૈયાર થાઓ ! આ તો સહેલા નિયમ છે, જૈનને તો તે સિવાય પણ ઘણા નિયમ જોઈએ. જેવા કે-હોટલનો ત્યાગ, ચહા-પાન-બીડીનો ત્યાગ, રાત્રીભોજનનો ત્યાગ, નાટક સિનેમાનો ત્યાગ, વગેરે વગેરે. આવા નિયમો વિના સંઘનાં ચિત્ત ઉમદા બને શી રીતે ? જેને માંસ-મદિરાનો ત્યાગ નથી, પારકી કે પોતાની સ્ત્રીનો વિવેક નથી, જુગાર કે ચોરીનો પણ નિયમ નથી, તે સંઘમાં શી રીતે હોય ? અહીં આવનારમાં પણ જો આવા હોય તો બહારનાનું તો શું પૂછવું ? દુધાળાં જાનવર જ દૂધ દેતાં બંધ થાય તો આખલા કે પાડા પાસેથી તો આશા જ શી રાખવાની? એ તો દૂધ ન જ આપે. કોઈની સ્વતંત્રતા પર ત્રાપ ન મરાય એવી વાતો કરનાંરાઓએ સાતેય વ્યસનનો ત્યાગ કરવો જ જોઈએ. ચોમાસી નજીક આવે છે અને પછી તરત હોળી આવે છે. ચોમાસી ઊજવવા નિયમ લેવા તૈયાર થાઓ; સાથે સાથે હોળીમાં પાપ બાળવા પણ તેયાર થાઓં. નિયમો લઈને ચોમાસી બરાબર ઊજવો અને આ હોળીમાં પાપને પ્રજાળો. શ્રી સંઘમેરૂની નિયમરૂપ શિલાતલ અંગે વિશેષ વર્ણન હવે પછી.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy