________________
160
૭૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ સર્વજ્ઞના કાયદાઓ અમારે માથે ચડેલા છે ત્યાં સુધી ગમે તેવા ધારાશાસ્ત્રીઓનો પણ અમને કોઈ ભય નથી. ના, એ પ્રશંસા નથી પણ હૈયાની બળતરાના શબ્દો છે?
ઘણા તો કહે છે કે-આ નાસ્તિક આસ્તિકનો ઝઘડો થયો તેથી અમને તો લાભ થયો છે. અમારો કોઈ ભાવ પૂછતું નહોતું તે હવે પાંચ-પચાસ જણા પણ અમને પૂછતા થયા. આમદાવાદમાં સ્થાન નહોતું તે આ. શ્રી સાગરજી મહારાજે નાસ્તિક-આસ્તિકની ચર્ચા ઊભી કરી તો હજાર માણસ અમને લેવા આવ્યું, જૈનશાસનમાં આ જાતની ખુશી અનુભવનારા પણ પડ્યા છે. . .
સભા: ‘એ લોકો આ પક્ષને શાસનપક્ષ કે ધર્મપક્ષ કહે છે, એટલું તો સારું છે ને ?
એ તો લંગમાં બોલે છે, માટે એનાથી ફુલાવાનું નથી. પૂજા કરવા જનારાને ભગત કહે છે તે મશ્કરીમાં બોલે છે. હૈયાના માનપૂર્વક નથી બોલતા. તમારા જીવનમાં એમને બીજું કાંઈ બોલવાની જગ્યા નથી એટલે મશ્કરીમાં આવું બોલી સંતોષ મેળવે છે. નિમિત્ત મળે તો ગમે તેવા શબ્દોથી પણ નવાજશે. એ તમને નાસ્તિક નથી કહી શકતા એટલે કહે છે કે-“હા ભાઈ હા ! તમે આસ્તિક અમે નાસ્તિક !” પણ સમજી લો કે એ હૈયાના પ્રેમના શબ્દો નથી પણ હૈયાની બળતરાના શબ્દો છે. એને સારા અર્થમાં લો તે ઠીક છે પણ એમને ઓળખવા તો જોઈએ જ. એ તમને ગમે તે રીતે પણ શાસનપ્રેમી કહે તો તમારે કહેવું કે, “તમારી વાણી ફળો ! ઉપાશ્રયમાં મહારાજ શાસન યાદ કરાવે છે અને રસ્તે ચાલતાં તમે યાદ કરાવો છો એ તમારો ઉપકાર !” દૃઢપ્રહારી પણ પોતાની હિંસા યાદ કરાવનારને ઉપકારી માનતા હતા. સત્યની રક્ષા માટે અસત્યનું ખંડન કરવું જ પડેઃ સભા: “એ લોકો કહે છે કે તમારી વાતનું ખંડન કરો પણ બીજાનું ખંડન શા
માટે કરો છો ?' હું જ્યાં રહું ત્યાં સત્યના પ્રતિપાદન અર્થે અસત્યનું ખંડન કરવાનો જ. એ કાયદો જ સમજવો. એ કર્યા વિના ચાલે જ નહિ.
શાસ્ત્રમાં સમ્યક્તનું વર્ણન કરવા માટે મિથ્યાત્વનું લાંબું વર્ણન કરવામાં આવ્યું છે. એ જ રીતે સુદેવનું સ્વરૂપ સમજાવવા કુદેવનું સ્વરૂપ, વિરતિનું સ્વરૂપ સમજાવવા અવિરતિનું સ્વરૂપ વિસ્તારથી સમજાવી તેનું ખંડન કરવું જ પડે. સુદેવના વર્ણનના ચાર શ્લોક હોય જ્યારે કુદેવના વર્ણનના ચોવીસ શ્લોક હોય. વ્રત એક પણ તેના અતિચાર પાંચ. અહિંસા વ્રત લેનારને પહેલાં હિંસાની