________________
1707 –– ૩૩: શ્રીસંઘ ને મેરુની પૂર્ણ થતી સરખામણી - 113 – ૧૧૯ કલંકિત થતું નથી. પણ મોર મોરપણું ગુમાવે છે. આચાર્યને સાધુ નહિ માનવાનું કહેનારા મોરપણું મૂકી કાગડા બને છે. કાગડાનો સ્વભાવ કાઉવાલે કરવાનો છે. એ કાઉવાઉ કરે, તેથી આશ્ચર્ય ન પમાય. જાતિસ્વભાવ ફરતો નથી. એની કાઉવાઉથી કાંઈ શિખર હાલે ? ન જ હાલે. શિખર સ્થિર છે. વીજળી તો એને દીપાવે. વીજળી એના પર પડે તોય ઠંડી પડી જાય. મોટા પુરુષને ત્યાં ગમે તે ઇરાદે ગયેલો દુશ્મન પણ સેવા કરીને પાછો ફરે, એ ફાયદો, સજ્જનનું બગાડવા આવેલો દુર્જન પણ સલામ ભરીને પાછો જાય. મેરૂનું શિખર સ્થિર છે, કેમ કે એની પીઠ દસ હજાર યોજન પહોળી અને એનું મૂળ એક હજાર યોજન ઊંડું છે. જેટલો મહેલ ઊંચો એટલો પાયો મજબૂત જોઈએ ને ? મુનિરૂપી સેવકો ઝળકે છે, કેમ કે તેઓ વૈયાવચ્ચમાં પ્રવીણ છે. વિનયથી નમ્ર છે માટે તેઓ શોભે છે. સાંભળવાનું બધાએ શિખરનું. કલ્પવૃક્ષ સમા મુનિઓથી શોભતા વનરૂપી ગચ્છોઃ
વિવિધ ગુણોથી શોભતા કલ્પવૃક્ષ સમા મુનિઓ છે. મૂળગુણો અને ઉત્તરગુણોરૂપી ફળના સમૂહથી વ્યાપ્ત વનોથી શ્રીસંઘમેરૂ ભરચક છે. નાના પ્રકારની રિદ્ધિસિદ્ધિ રૂપી ત્યાં કુસુમો છે.
આજે તો આનંદઘનજી મહારાજની પંક્તિ બંધા બોલતા થઈ ગયા છે કે – ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતા.” પણ ત્યાં શું કહ્યું ?
મુનિનો સમુદાય તે ગચ્છ. ભગવાનના ગણધર અગિયાર હતા, પણ ગણ નવ હતા. બે ગણના વાચનાચાર્ય એક, એવી રીતે ચાર ગણના વાચનાચાર્ય બે હતા. એ રીતે ગણ નવ હતા. ગણ એટલે ગચ્છ અને ગણાધિપ એટલે ગચ્છાધિપતિ. આ રીતે શ્રી તીર્થંકરદેવના વખતમાં પણ ગચ્છની હયાતી તો હતી જ. એક આચાર્યનો પરિવાર વધે એટલે તેની સંભાળ માટે વિભાગોમાં વહેંચણી કરે તે ગંચ્છ અને તે ગચ્છ તે આચાર્યના નામે ઓળખાય. સામાન્ય જ્યિાના ભેદની કિંમત નથી. પણ તાત્વિક ભેદ જ્યાં પડ્યો ત્યાં એવા ગચ્છને શાસ્ત્ર અપ્રમાણિક ઠરાવ્યા. ઉપાધ્યાયજી મહારાજાએ આ બધું સ્પષ્ટ લખેલ છે. ગચ્છો એટલે ઝઘડા નથી. વિવિધ રિદ્ધિસિદ્ધિરૂપી પુષ્પોથી શોભતા અને મૂળગુણ તથા ઉત્તરગુણરૂપી ફળોથી લચી પડેલા કલ્પવૃક્ષ સમાન મુનિઓ છે. તે મુનિઓનો સમૂહ તે ગચ્છ છે. વૃક્ષોનો સમૂહ જેમાં હોય તે વન. આવા વનનો સમુદાય મેરૂમાં ઘણો છે. શ્રીસંઘરૂપ મેરૂમાં પણ એમ સમજવું. ગચ્છોના સમૂહથી તે શોભે છે.