________________
૫૧૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
1706
તો સત્ય પણ અસત્યમાં પરિણમે
એ જ રીતે સત્ય પણ અસત્યમાં પરિણમે તેવું આજના વ્યવહારમાં ચાલુ છે. સત્ય બોલવાથી પ્રતિષ્ઠા વધે, એનાથી પ્રસિદ્ધિ વધે, એના યોગે ગ્રાહકો વધે, પરિણામે આવક વધે, આ સત્ય કે અસત્ય ! કોઈ ક્રિયા એવી નથી કે જેને આજના મૂર્ખ સંસારરસિકોએ વિકૃત ન કરી હોય. શ્રી જિનેશ્વરદેવની પ્રત્યેક ક્રિયાઓમાં આજના પુદ્ગલાનંદીઓ કાળા ડાઘ પાડ્યા વિના રહ્યા નથી. પુદ્દગલાનંદી તો આત્માનંદીને ૨માડી પણ જાય; પરંતુ આત્માનંદી જો પક્કો હોય તો પેલો એનો ગુલામ થઈ જાય. માટે આત્માની શક્તિ ખીલવો. જે દૃષ્ટિ શરીર પર છે તે અંદર રહેલા આત્મા પ્રત્યે લાવો. શરીર અને આત્મા જુદા જણાય તો સંવર પ્રેમ થાય.
કુહરોના સ્થાને મંદિરો :
હવે ઝરણાની ઉપમા પછી ગ્રંથકાર આગળ ચાલતાં કહે છે કે, ‘મેરૂગિરિ ૫૨ કુહરો છે. જેમાં મોર નાચે છે. શ્રીસંઘમેરૂ ૫૨ શ્રી જિનેશ્વરદેવનાં મંદિરોના રંગમંડપો એ કુહરને સ્થાને છે અને ત્યાં નાચનારાં મોરને સ્થાને શ્રાવકો છે. શ્રાવકો ત્યાં કયા શબ્દોથી નાચે ?
‘વીર મને તારો, મહાવીર મને તારો, ભવજલ પાર ઉતારો ને રે;’ આપો આપો ને મહારાજ, ’ અમને શિવસુખ આપો;'
આમ કહો છો ને ? એ હૈયાથી કહેવાવું જોઈએ, માત્ર મોઢાનું નહિ. સૂરિવરો રૂપી શિખરો
હવે મેરૂ ગિરિ પર શિખર છે જે એની આસપાસ ઝબૂકતી વીજળીઓથી સુંદર લાગે છે. શ્રીસંઘરૂપ મેરૂમાં પણ વિનયથી નમેલા મુનિવરોરૂપી વીજળીથી શોભતા સૂરિવરોરૂપી શિખરો છે. શ્રીસંઘરૂપ મેરૂમાં પીઠસ્થાને મૂળગુણ અને ઉત્તરગુણ લીધા હતા. મૂળગુણ અને ઉત્તરગુણના ધા૨ક મુનિઓ હોય છે. શિખરની સેવામાં વીજળીઓ ઝબૂકતી હોય છે. તેમ સૂરિવરોની સેવામાં મુનિઓ ઝળકતા હોય છે. આમાં શ્રાવકને ક્યાંય ન લીધા. મંદિરો તથા ઉપાશ્રયોને દીપાવવાનું કામ શ્રાવકોનું. મંદિરોના રંગમંડપોમાં નાચનારા મો૨ના સ્થાને શ્રાવકોને લીધા. મોર જો નાચવાનું અને સુંદર ટહુકાઓથી કલ્લોલ ક૨વાનું મૂકી દઈને કાગડાની જેમ કાઉવાઉ કરે તો એથી કાંઈ શિખર