SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ 170s - ૩૩ શ્રીસંઘ ને મેરુની પૂર્ણ થતી સરખામણી - 113 – ૫૧૭ કરે. વ્યાખ્યાન ચાલુ હોય ને આ ક્રિયા કરે, તેમાં કોઈને ખબર પણ ન પડે. એમને શંકા પડ્યાનું પણ કોઈ જાણી ન શકે. પુદ્ગલો આહારક, વૈક્રિય, ઔદારિક બધા છે, પણ આત્માની શક્તિ વિના એને ઉપયોગમાં ન લેવાય. આત્માની શક્તિ પાસે એ પુદ્ગલો રમકડાં છે. અહિંસાના પ્રભાવે દુનિયાની રિદ્ધિસિદ્ધિ, ભોગે વગેરે પણ મળે, પરંતુ એનું પરિણામ ભયંકર છે. જે સંવર મુક્તિ આપે એ જ સંવર સંસાર વધારે, જો ધ્યેય ફરી જાય તો. સંવરનું ધ્યેય મુક્તિ વિના બીજું ન હોય. ધ્યેય બીજું થયું કે સંવર પણ આશ્રવ બને. ચિંતામણી પાસે શું મંગાય ? શ્રી જિનેશ્વરદેવની અહિંસા ક્યાં હોય, ક્યાં વપરાય, એનો શો ઉપયોગ થાય અને એનાથી કઈ વસ્તુની સાધના થાય એ નક્કી કરો. ચિંતામણી પાસે ચપટી આટો માંગો તો એ તો આટો પણ આપે. પરંતુ એ મંગાય ખરો ? તમે તમારા ગાલે લપડાક મારવાનું કહો તો એ પણ મારે પણ એવું કામ એને બતાવાય ? ચિંતામણિ પાસે આટો માંગનાર મૂર્ખ છે. અહિંસા પાસે પણ જે માંગો તે મળે પણ એનો ઉપયોગ શું માંગવામાં થાય ? અહિંસાદિ સંવરની ક્રિયાનો ઉપયોગ દુનિયાદારી માટે કરવો તે ચિંતામણિ રત્ન કાગડાને ઉડાડવા માટે ફેંકવા બરાબર છે. આ ભાવના તે “બ્રહ્મચર્યની કે અબ્રહ્મ'ની ? પ્રાણાતિપાત, મૃષાવાદ, ચોરી, મૈથુન અને પરિગ્રહ એ પાંચે આશ્રવને ભૂતકાળમાં સેવ્યાનો પશ્ચાત્તાપ, વર્તમાનમાં એનો સર્વથા પરિત્યાગ અને ભવિષ્યકાળમાં એ ન સેવવાનો નિશ્ચય – તે રૂપ સંવરના ઝરણાથી શ્રીસંઘરૂપ મેરૂ હારની શોભાને ધારણ કરે છે.. સભાઃ “અહિંસા જેમ હિંસારૂપે પરિણમે તેમ બ્રહ્મચર્ય અબ્રહ્મરૂપે પરિણમે ?” આજે તો એ જ ચાલુ છે. આજે તો કહે છે કે વીસ વર્ષ સુધી બરાબર બ્રહ્મચર્ય પળાય, એ વય સુધી વીર્યનું સંરક્ષણ બરાબર થાય તો પછી ભોગો સારી રીતે ભોગવાય. વીસ વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવાથી શરીરમાં રૂપ, કાંતિ, લાવણ્ય અને બળ વધે છે, જેથી કોઈને આધીન કરવાનો પ્રયત્ન ન કરવો પડે. કેમ કે, એથી લોકોનાં મન આપોઆપ તેના પ્રત્યે ખેંચાય છે. આવી વાતો આજે ચાલી પડી છે. આમાં ધર્મ ક્યાં રહ્યો ? આ ભાવના તે બ્રહ્મચર્યની કે અબ્રહ્મની ? અબ્રહ્મ સારી રીતે સેવવા માટે બ્રહ્મચર્યની વાતો ચાલી રહી છે. આ કઈ દશા સૂચવે છે ?
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy