________________
૫૧૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
17 વાગુબળ એવું છે કે અંતર્મુહૂર્તમાં એક પણ શબ્દ દબાયા વિના આખી દ્વાદશાંગી બોલી જાય. એ એક પ્રકારની લબ્ધિ છે. જે સોનું પાંચ ટચનું છે તે સો ટચનું પણ થાય એમાં નવાઈ નથી. છેલ્લી કોટિની શુદ્ધિ આવે ત્યારે તે દશા થાય. સોનાની વાત તમને જલદી બેસે. પુદ્ગલના રસિયા માટે પુદ્ગલનો અનુભવ ઘણો હોય, તેથી એના દાખલા તરત સમજાય. આત્માની વાતોથી અજાણ્યા, આત્મશક્તિના પરિચયથી દૂર રહેલાને એ વાત જલદી ન બેસે. પથ્થર બંને હોય પણ એક પથ્થરને કારીગર ઘસીને અરીસા જેવો બનાવે; બીજા પર કારીગીરી ન ચાલે. એ વાત તમને બેસે. કારણ કે, પુદ્ગલનો તમને અનુભવ છે. લાકડું બાઈના હાથમાં આપો તો તરત ચૂલામાં ઘાલે અને કારીગરને આપો તો તેમાંથી એવું સુંદર રમકડું બનાવે કે મોભે ટાંગવાનું મન થાય. બાઈ કારીગરને પૂછે કે આવું રમકડું શી રીતે બનાવ્યું તો કારીગર અભ્યાસ કરવાનું કહે. આત્માની શક્તિ અનંત છે. •
અનંતકાળથી તમે પુદ્ગલનો અભ્યાસ કર્યો છે. તેથી આ બધી વાતો તમને ગળે ઊતરે છે. જ્ઞાની ફરમાવે છે કે હવે બે-પાંચ-દશ ભાવો આત્માનો અભ્યાસ કરો તો આ વાતો પણ સમજાશે. ઠોઠ નિશાળિયો પહેલા નંબરવાળાને પૂછે કે, “શિક્ષકના બોલવાની સાથે જ તને બધી વાતો કઈ રીતે સમજાય છે ?” તો પેલો કહે કે, “તું બરાબર અભ્યાસ કર તો તને પણ સમજાશે.” ગણધરદેવને દિશાંગી બોલવામાં અંતર્મુહૂર્ત થાય, તે પણ શબ્દરૂપે બોલવાને માટે. આત્માની શક્તિ અનંત છે. એ લબ્ધિ છે. હથિયારૂજેવું ધારદાર એવું કામ આપે. ક્ષયોપશમ તીવ્ર હોય તો બધું બને. એ બધી મન-વચન-કાયાની લબ્ધિ છે. કાયાની એક એવી પણ લબ્ધિ છે કે જેના યોગે મુનિ જેમ જમીન પર ચાલે તેમ પાણી પર ચાલે. એક એવી લબ્ધિ છે કે નંદીશ્વર દીપે મુનિ એક જ ડગલે જાય. અહીંથી પગ ઉપાડ્યો કે સીધો ત્યાં મૂકે અને વળતાં બે ડગલે પાછા અહીં આવી જાય. એક લબ્ધિ એવી છે કે શરીર એટલું જ રાખે, પણ હાથ ઊંચો કરી મેરૂના શિખરને અડે. આ શક્તિ આત્માની છે. એ યુગલના યોગે છે, પણ એ યોગ લાવનાર આત્મા છે. પુદ્ગલ તો બધા મોજૂદ છે, પણ તેને ઉપયોગમાં લેવાનું કામ આત્માની શક્તિ પર છે. ધ્યેય ફરી જાય તો સંવર પણ આશ્રવ બને?
ચૌદપૂર્વે દેશના દેતા હોય ત્યારે શંકા પડે તો એક હાથ પ્રમાણનું આહારક શરીર બનાવીને ભગવાન તીર્થંકરદેવ પાસે મોકલીને જવાબ મંગાવી શંકા દૂર