SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ 1703 - ૩૩ શ્રીસંઘ ને મેરુની પૂર્ણ થતી સરખામણી – 113 - ૫૧૫ દ્વાદશાંગી કક્કો, બારાખડીમાંથી જ રચાય છે, એ જ સ્વર અને એ જ વ્યંજનોથી બનેલી છે. આગમવેત્તા તો ઘણા હોય, પરંતુ પ્રભાવક દેશનાદાતા થોડા હોય, કોઈ માણસ વિદ્વાન ઘણો હોય, પણ વાતમાં પાછો પડે. સામાને વાતમાં નિગ્રહ કરતાં એને ન આવડે. ગણધરદેવની દેશના શ્રી જિનેશ્વરદેવ જેવી લાગે. એવી દેશના બીજા ચૌદપૂર્વાની ન હોય. જ્ઞાન સમાન પણ શક્તિમાં ભેદ. વસ્તુના સ્વરૂપની ખિલવણી શ્રી ગણધરદેવો ખૂબ કરી શકે. જીવ-અજીવ પર દ્વાદશાંગી રચાયેલી છે? જીવ અજીવ પર તો આખી દ્વાદશાંગી રચાયેલી છે. દ્વાદશાંગીમાં તત્ત્વ જીવ અને અજીવ બ. કર્મ સહિત આત્મા તે સંસારી અને કર્મરહિત આત્મા તે મુક્તાત્મા. આ જ વાત દ્વાદશાંગીમાં છે. તમામ તત્ત્વો જીવ અને અજીવ એ બે તત્ત્વોમાં સમાય છે. એકવાદિ બારેય ભાવનાઓમાં પણ મુદ્દો તો એ જ છે. કોઈ ધોળો ને કોઈ કાળો એ બધા ભેદ તો જડના યોગે છે. એક ગાથા એક વ્યક્તિ થોડી ક્ષણોમાં જ કહી જાય અને એ જ ગાથા કહેવા માટે પૂર્વધરને બેસાડો તો એમની અને તમારી જિંદગી પૂરી થઈ જાય તોય પાર ન આવે. એ ખજાનો ખૂટે જ નહિ, જેમ ઘડા નીચે ચિત્રાવેલી મૂકી હોય તો ઘડામાંથી ઘી ખૂટે જ નહિ તેમ. કર્મનું આવરણ ખસે એટલે શક્તિઓ પેદા થાયઃ ૩૫ને વા, વિરામે વા, ઘુવે વા – આ ત્રણ પદથી શ્રી ગણધરદેવે પોતે દ્વાદશાંગી બનાવી થોડું પણ બીજ સારી ભૂમિમાં વવાયેલું લાખ્ખો મણ અનાજ આપે અને ઉખર ભૂમિમાં વવાયેલું નકામું જાય. ગણધરદેવ તો બીજબુદ્ધિના ધણી છે. પદાનુસારિણી લબ્ધિવાળાને આચારાંગનું એક પદ આપો તો આખું આચારાંગ બરાબર બોલી જાય. પૂર્વે એવા ચિત્રકાર હતા કે એક અંગૂઠો જોઈ જાય તો તેના પરથી તે માણસનું આબેહૂબ ચિત્ર બનાવી આપે અને તેના શરીર પર તલ કે મસા જે હોય તે પણ બરાબર આવી જાય. પથ્થરનું પૂતળું બનાવનાર કારીગર એવું બનાવે કે જોનારને એ સાક્ષાત્ લાગે. સ્પર્શ કરે ત્યારે જ ખબર પડે કે આ તો પથ્થરનું છે. ગણધરદેવ જેવું જ્ઞાન કોઈ ચૌદપૂર્વીને ન હોય. ગણધરદેવ તો જાતે દ્વાદશાંગી બનાવે. જ્યારે બીજાઓ તો તે ભણીને જ્ઞાન મેળવે. શક્તિ દરેક આત્મામાં જરૂર છે પણ તે દબાયેલી છે. એક માણસ એક મિનિટમાં પચાસ શબ્દો બોલે તો બીજો એકસો બોલે. મુદ્દો એ છે કે વૃદ્ધિ પામતી શક્તિ છે કે નહિ ? કર્મનું આવરણ ખસે તો તેમ થાય. અંતર્મુહૂર્તમાં જેમ કેવળજ્ઞાન થાય છે તેમ અંતર્મુહૂર્તમાં નરકે પણ જવાય છે. ગણધરદેવનું
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy