SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ 1702 ૫૧૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ અવગણના ન થાય. પોતે દાન દે માટે શીલ, તપ, ભાવની અવગણના ન કરે. પોતાનાથી એ ન થઈ શકવા માટે પોતાની કમનસીબી માને. બીજા યોગોની અવગણના ન કરે તો એક યોગે પણ કેવળજ્ઞાન થાય. એક પણ યોગની અવગણના ન થાય વાસણ ધૂળથી પણ ઉટકાય અને રખ્યા, કોલસા કે આંબલીથી પણ ઉટકાય. પોતે આંબલીથી ઉટકે માટે રખ્યા, કોલસા કે ધૂળને નકામાં ન કહેવાય. કોઈ આત્માને ભક્તિમાં આનંદ આવે તો ત્યાં કામ સાથે પણ એ જો આગમનો જાણકાર હોય તો ત્યાં એને ઓર આનંદ આવે અને જલદી કામ સાધે. જો આગમને અવગણે તો કદી મુક્તિ ન થાય. ક્રિયા કરે અને જ્ઞાનને બિનજરૂરી માને એની મુક્તિ ન થાય. સામાયિકમાં ઊંઘે, નવકારવાળી હાથમાંથી પડી જાય, એ પડી ગયાનું ભાન પણ ન હોય, પોતે પટકાય ત્યારે જ ખબર પડે કે નવકારવાળી પડી ગઈ છે, આ દશામાં કાર્યસિદ્ધિ થાય ? સામાયિકનો ભાવ સમજાય તો કેવી લહેર આવે ? નહિ ભણેલો પોતાને કમનસીબ માને તો જ્ઞાનની રુચિ કાયમ હોવાથી એને પણ કેવળજ્ઞાન થાય. એ રીતે વગર ભણેલાને પણ અહીં કેવળજ્ઞાન થાય છે, ચૌદપૂર્વીને જ કેવળજ્ઞાન થાય એવું નથી. કાંઈ પણ જ્ઞાન ન હોય તોય કેવળજ્ઞાન અટકે નહિ એ આ શાસન છે. એક ગાથા ૫મ ગોખતાં ભલે ન આવડે પણ ગાથા ગોખવા પર પ્રેમ હોય તો કેવળજ્ઞાન થાય. હંમેશાં ભણેલાની સંખ્યા ઓછી જ સમજવી. ચૌદપૂર્વી થોડા જ હોય અને તેમાંય પાછો ફરક હોય. ગણધર દેવની જે શક્તિ હોય તે બીજા ચૌદપૂર્વમાં ન જ હોય. બીજા એમનાથી કમ સમજવા. સૂત્રજ્ઞાન બધા ચૌદપૂર્વીમાં સમાન પણ અર્થજ્ઞાનમાં ભેદ. આંક તો-તમે પણ ભણ્યા પણ ગણિતનો પ્રોફેસર એનો જે ઉપયોગ કરે તે તમે ન કરી શકો. એક ચૌદપૂર્વી વ્યાખ્યામાં ત્યાં ને ત્યાં આંટા મારે, એક ચૌદપૂર્વી ગગનમાં ઊડે. એક સૂત્રના અનંતા અર્થ અને અનેક રીતે કહેવાય. જ્ઞાની સમાન પણ શક્તિમાં ભેદ : એક વ્યક્તિ એકની એક વાત રોજ કહે તોય બધાને સાંભળવાનું મન થાય અને બીજી વ્યક્તિ પહેલી જ વાર કોઈ વાત કરે તોય એને કોઈ સાંભળવા તૈયા૨ નહિ એનું કારણ ? વાત તો એ જ રાજારાણીની હોય પણ એ ક૨વામાં જ ખૂબી. જે વખતે જે શબ્દ નીકળવો જોઈએ તે જ નીકળે એ ખૂબી. કક્કો, બારાખડી અને વાક્યો લખતાં તો બધાને આવડે પણ એક લખે તે કોઈને વાંચવુંય ન ગમે અને એકનું લખ્યું કોઈને હાથીમાંથી મૂકવુંય ન ગમે. આખી
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy